GUJARATSAYLA

વઢવાણના રતનપર ગામે સ્ટેટ તલાટી ઓફિસ સમયસર ન ખુલતા લોકોમાં ભારે હાલાકી.

રતનપર સ્ટેટ તલાટી કચેરી સમયસર ન ખુલતા લોકોએ કર્યો વિડીયો વાયરલ….

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રતનપર ગામેતલાટી ઓફિસ છેલ્લા ઘણા સમયથી સમયસર ખુલતી નથી લગભગ જ્યારે લોકો તલાટી ઓફિસ પોતાના કામો માટે જાય છે ત્યારે તલાટી ઓફિસે તાળું માર્યું હોય છે આજે અત્યારે ૧૧/૪૦ કલાકે પણ તાળું માર્યું છે અને લોકો આવકનો દાખલો , પેઢી આંબો કે બીજા તલાટી ઓફિસ ને લગતા કામ કરાવવા તલાટી ઓફિસે આવે છે ત્યારે તેઓને નિરાશ થઈ પાછો જવું પડે છે અથવા તો તેઓને સુરેન્દ્રનગર મામલતદાર ઓફિસે જવું પડે છે ઉપરોક્ત બાબત અનેક વખત જવાબદારોને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો નથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચા એ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય અધિકારીપાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આપ ને લાગતા વળગતા જવાબદાર અધિકારીને આદેશ આપી રતનપર તલાટી ઓફિસ પૂરતો સમય ખુલ્લી રહે તે મુજબની વ્યવસ્થા કરાવી આપવા જણાવ્યું હતું.
આ સાથે અત્યારનો જ બંધ તલાટી ઓફિસનો વીડીયો નાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!