BHARUCHGUJARAT

જબુંસરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના 21 ફિરકા સાથે વેપારીને ઝડપી પાડ્યો

સમીર પટેલ, ભરૂચ

જબુંસર પોલીસે ઉતરાયણ પહેલા જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડી એક વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.4200ની કિંમતના દોરાના 21 ફિરકા જપ્ત કર્યા છે.
આગામી મહિનામાં ઉતરાયણનો પર્વ આવનાર છે ત્યારે તે પહેલાં જ જબુંસર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ મથકના પીઆઈના એ.વી.પાનમીયાએ આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણના તહેવારોમાં કોઈ પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના વિતરણ ન કરે તે માટે સ્ટાફને સુચનાઓ આપી હતી. આ અનુસંધાને જબુંસર પોલીસ મથકનો સ્ટાફ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માહિતીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા. જેમાં કિશન વાઘેલા નામના વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.4200ની કિંમતના દોરાના 21 ફિરકા કબ્જે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!