GUJARATPATANSIDHPUR

સિધ્ધપુર ખળી ચાર રસ્તા ટ્રક સર્કલ ઉપર ચડી જતા દૂધ સાગર ડેરીની પ્રતિમાઓ ને નુકસાન થયુ હતુ

સિધ્ધપુર ખળી ચાર રસ્તા ટ્રક સર્કલ ઉપર ચડી જતા દૂધ સાગર ડેરીની પ્રતિમાઓ ને નુકસાન થયુ હતુ

સિધ્ધપુર ખળી ચાર રસ્તા સર્કલ ખાતે દૂધસાગર ડેરીના સૌજન્યથી વિશ્ર્વવિખ્યાત મહેસાણી ભેંસનુ પુતળું મુકવામાં આવ્યુ હતુ જે મંગળવારે વહેલી સવારે એક ડમ્પરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્કલને ધડાકાભેર અથડાતાં ભેંસનું પુતળું તુટી જવા પામ્યું છે.

મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે સિધ્ધપુર નજીક ખળી ચાર રસ્તા પર આવેલ સર્કલ ઉપર એક ડમ્પરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્કલ પર મુકવામાં આવેલ ભેંસના પુતળાને ધડાકાભેર અથડાતાં પુતળું જમીનદોસ્ત થઈ જવા પામ્યું છે. દૂધસાગર ડેરી મહેસાણાના સૌજન્યથી મુકવામાં આવેલ ભેંસ, દૂધના કેન અને દૂધ એકઠું કરી રહેલ મહીલાઓના પુતળા ઉત્તર ગુજરાતમાં પશુપાલન દ્વારા મહીલાઓના સશકિતકરણનો સંદેશ આપતા સ્ટેચ્યુનુ કચ્ચર ઘાણ વળી જતાં પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.બે વર્ષ પૂર્વે ભેંસના પુતળાને કોઈ અસંતુષ્ટોએ તોડીને નાંખેલ જે દૂધસાગર ડેરી દ્વારા ફરી બનાવીને પુન: સ્થાપિત કરવામાં આવ્યુ હતુ.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!