ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ, શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ, શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર

અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા **ઉદયપુર સિટી – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૬૯૬૩ / ૨૬૯૬૪)**ને હવે શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે.

સાબરકાંઠા–અરવલ્લી લોકસભા મતવિસ્તારની સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ધાર્મિક પ્રવાસન અને સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે રજૂઆત બાદ માત્ર ૨૦ દિવસમાં જ રેલવે મંત્રાલય દ્વારા સકારાત્મક નિર્ણય લઈ શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે.આ ટ્રેનનું સ્ટોપેજ મળતા શામળાજી મંદિરે દર્શન કરવા આવતા હજારો શ્રદ્ધાળુઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીની સગવડ મળશે. સાથે સાથે આ નિર્ણયથી ધાર્મિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે અને અરવલ્લી જિલ્લાના વિકાસને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ સમગ્ર અરવલ્લી જિલ્લા વતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!