અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અજીબ ઘટના….: મેઘરજના ડામોરડૂંઢા ગામે કુવામાંથી મૃતકનું નર કંકાલ મળ્યું,મૃતક ત્રણ મહિનાથી હતો ગુમ.
કેટલીક વાર અજીબ કિસ્સાઓ સામે આવતા હોય છે જે ક્યારે વિચાર્યું પણ ના હોય ત્યારે એવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિનું હાડપિંજર જ હાથે લાગ્યું
મળતી માહિતી અનુસાર વાત છે મેઘરજ તાલુકાના ડામોરડુંઢા ગામની જ્યાં આજથી ત્રણેક મહિના પહેલા ગામના ધૂળાભાઈ નામના 60 વર્ષીય વૃદ્ધ પોતાના ઘરે થી અગમ્ય કારણો સર ક્યાંક નીકળી ગયેલ અને આ અંગે તેમના પોતાના સ્વજનોને તેમની શોધખોર શરુ રાખી હતી અને આજ કાલ કરે ત્રણ મહિના સમય વીતી ગયો હતો છતાં ક્યાંય પણ ગુમ થયાની કે લાપતા થયાની માહિતી મળી ન હતી પરંતુ ગત સાંજના સમયે ગામમાં એક કુવામાં પાણી ઉપર વ્યકતિનું કંકાલ જોવા મળતા માહિતી સામે આવી હતી કે આ એજ વ્યકતિ છે અને વૃદ્ધના પોતાના પહેરેલા કપડાં જોતો પ્રાથમિક ધોરણે હાલ ગુમ થયેલા વૃદ્ધ ગામના જ 60 વર્ષીય ધુળાભાઈ ડામોર નું હોવાનું બહાર આવ્યું હતું અને આશંકા જતાવી હતી.જેઓ ડાભી ફળિયા માં રહેતા હતા ધુળાડામોર ત્રણ માસથી ગુમ હતા આ બાબતે જાણ થતા તુરંત મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે પણ જાણ કરાઈ હતી તુરંત ફાયર વિભાગના કર્મીઓ એ ઘટના સ્થળે પોહચી કુવામાં રહેલ નર કંકાલ બહાર કાઢવાનું ર્રસ્ક્યુ હાથ ધર્યું હતું અને શરીર ના અલગ અલગ ભાગો કૂવામાં છુટા પડ્યા હતા જે રેસ્ક્યુ ટિમ દ્વારા કૂવામાંથી કાઢેલા પાર્ટ પ્લાસ્ટિક બેગમાં ભરી લેવાયા હતા અને બહાર કાઢ્યા હતા હાલ હજુ પણ શરીર ના ભાગો કુવામાં શોધખોર ચાલુ છે હાલ તો ત્રણ મહિના નો સમય વીતવા આવ્યો હોવાથી મેઘરજ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી જીનવટ ભરી તપાસ હાથ ધરી છે હકીકત શું છે એતો તપાસ બાદ જ સામે આવશે. સમગ્ર મામલે ફોરેન્સિક પી એમ થયાં પછી જ સમગ્ર ઘટના જાણી શકાય તેમ છે





