આણંદ ભાલેજ બ્રિજ થી સામરખા ચોકડી – 1 કિલોમીટર સુધી 10 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ

આણંદ ભાલેજ બ્રિજ થી સામરખા ચોકડી – 1 કિલોમીટર સુધી 10 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ
તાહિર મેમણ – આણંદ -કરમસદ આણંદ મહાનગરપાલિકા થઈ ગયા પછી પણ અંધેર જોવા મળી રહ્યો છે વહીવટ રાજ્ય સરકારે કરમસદ આણંદ મહા નગર પાલિકા 100 ટકા લાઇટો ઝગમગતી રાખવા આદેશ કર્યો છે.ત્યારે ભાલેજ ઓવરબ્રિજ થી સામરખા ચોકડી સુધી માર્ગ પર છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં ફેરવાઇ ગઇ છે.જેના પગલે સમગ્ર વિસ્તારમાં અંધારપટ્ટ છવાઇ જતો હોવાથી ચાલકો અને રાહાદારી સહિત 70 વધુ સોસાયટીના રહીશોને હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. કરમસદ આણંદ મનપા હસ્તક શહેરમાં 19 હજારથી વધુ સ્ટ્રીટ લાઇટો માર્ગો પર મુકી છે.ત્યારે ભાલેજ ઓવરબ્રિજ થી સામરખા ચોકડી માર્ગ પર દિવાબતી વિભાગ ઇરાદા પૂર્વક સ્ટ્રીટ લાઇટો બંધ રાખતી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
જો કે કોંગ્રેસ શાસિત વોર્ડ વિસ્તાર હોવાથી મનપા દ્વારા સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતાં 15 દિવસથી સમારકામ કરવામાં આવતું નથી.જેના પગલે રાત્રિના સમયે માર્ગ પર ગાયો નહીં દેખાતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.બીજી તરફ માર્ગ પર ખાડા પડી ગયા હોવાથી રાહાદીરઓને નહીં દેખાતાં પગ મચકોડાઇ જવાના બનાવો વધી ગયા છે. આ અંગે રહીશોએ દિવાબતી વિભાગમાં 20થી વધુ વખત ફરિયાદ કરવામાં આવતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતાં સમગ્ર વિસ્તારના રહીશોએ મનપા તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો છે.
 
				






