GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર માં ઇદે મિલાદ નો તહેવાર નિમિતે શેરી ઝુલુસ તેમજ બાલ મુબારક નો કાર્યક્રમો યોજાયા

વિજાપુર માં ઇદે મિલાદ નો તહેવાર નિમિતે શેરી ઝુલુસ તેમજ બાલ મુબારક નો કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર માં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મ દીવસ ની ઉજવણી ના ભાગ રૂપે મુસ્લીમ સમાજ ના લોકો દ્વારા ઇસ્લામીક ચાંદ રબ્બીઉલ અવ્વલ ના પ્રથમ તારીખ થી બારમી તારીખ સુધી જુદીજુદી મસ્જિદો માં રોશની કરી મિલાદ એટલે નઆત પાક નો કાર્યક્રમ રાખવા માં આવે છે હઝરત પયગંબર સાહેબ નો જન્મ દીવસ તેમજ તેમના દુનિયા થી વિદાય લેવાનો સમય અને વાર એક હોવાથી મુસ્લીમ સમાજ દ્વારા મોલુદ શરીફ નો કાર્યક્રમ રાખવા માં આવે છે મુસ્લીમ અગ્રણી ના જણાવ્યા પ્રમાણે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ નો જન્મ રબ્બીઉલ અવ્વલ ના ૧૨ તારીખ તેમજ ઇ.સ ૫૭૦ ૨૦ એપ્રિલ ના સોમવાર ના રોજ મક્કા શહેર માં થયો હતો તેમના જન્મ દિવસે સમગ્ર મક્કા શહેરમાં એક રોશની ચમકી ઉઠી હતી પયગમ્બર સાહેબ ના જન્મ ની ખુશી ને લઈને મુસ્લીમ સમાજ હાલ માં પણ ઉભી થયેલી તાજગી અવિરત પણ સાચવી ને ઇદે મિલાદ નો તહેવાર ની ઉજવણી કરે છે જેમાં શહેર માં આવેલી મસ્જિદો કસાઇવાડા ની મસ્જીદ કસ્બા ની મસ્જીદ મોમનવાડા ની મસ્જીદ ઇદગાહ ની મસ્જીદ વ્હોરવાડ ની મસ્જીદ નગીના મસ્જીદ માં રોશીની કરવામાં આવી હતી તેમજ તહેવાર ના ૧૨મી તારીખ ના બાલ મુબારક ની જીયારત કરી સલાતો સલામ સાથે લોકો દર્શન કરી ભવ્યતા અનુભવી હતી બપોર બાદ શહેર ના વિસ્તારમાં ઝુલુસ કાઢી સરકાર ના જાહેર કરેલા જાહેરનામા નુ પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી જયારે નઆતખા કારી મૌલાના મહેમુદ હસન તેમજ ઈરફાન સૈયદ બાપુ તેમજ મૌલાના ફૌજન ભાઈ તેમજ અખલાખ સૈયદ દ્વારા બાર દિવસ નઆત પાક સુરીલી અવાજ માં પઢીને લોકો ડોલાવ્યા હતા તેમજ જુદાજુદા વિસ્તારોમાં ભેગા થાય નહીં તે રીતે પોત પોતાના વિસ્તારમાં ઝુલુસ કાઢીને ઉજવણી કરી હતી

Back to top button
error: Content is protected !!