ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી, ચૂંટણી પહેલા ટ્રાફિક પોલીસ એક્શનમાં

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી, ચૂંટણી પહેલા ટ્રાફિક પોલીસ એક્શનમાં

અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના કડક માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક, હાઈવે ટ્રાફિક, ઈન્ટરસેપ્ટર કાર અને હાઈવે પેટ્રોલની ટીમો રસ્તા પર ઉતરી ગઈ છે અને દરેક વાહનચાલક પર તીખી નજર રાખી રહી છે.

મોડાસા શહેરના પેલેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પીએસઆઇ વી.એસ. ધોકડીયા અને પોલીસ ટીમ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઈ, જેમાં નિયમોનો ભંગ કરનાર સામે સીધી અને કડક કાર્યવાહી કરવામાં આવી. બ્લેક ફિલ્મ લગાવેલ કારો, ઓવરલોડિંગ વાહનો, ફોગ લાઈટનો ગેરવપરાશ અને ઓવરસ્પીડિંગ કરતા ડ્રાઈવરોને કોઈપણ રીતે છૂટ આપવામાં આવી નથી. પોલીસે માત્ર દંડ ફટકાર્યો જ નથી, પરંતુ બ્લેક ફિલ્મ લગાવેલ કારોને સ્થળ પર જ ફિલ્મ ઉતરાવીને કાયદાનો કડક અમલ કરાવ્યો હતો. આ કામગીરીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે નિયમ તોડશો તો તરત જ કાર્યવાહી થશે.

આ સમગ્ર ડ્રાઇવથી અન્ય વાહનચાલકોમાં પણ સાવચેતી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે પોલીસની કાર્યવાહીનો સીધો અસરકારક પરિણામ છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ટ્રાફિક ડ્રાઇવ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કોઈપણ રીતે નરમાઈ દાખવવામાં નહીં આવે. અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ હવે નિયમ તોડનાર સામે કડક પ્રહાર કરી રહી છે અને આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!