
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લા પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓ અને મેઘરજ ગામમાં તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
અરવલ્લી જીલ્લા પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓ અને મેઘરજ ગામમાં તા-૧૬/૦૮/૨૦૨૪ ના રોજ તમાકુ નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આજ રોજ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ ના સહયોગથી અરવલ્લી જીલ્લા ખાતે તમાકુ કે તમાકુની બનાવટોનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ વિરોધી કાયદો COTPA-૨૦૦૩ અધિનિયમ હેઠળ અરવલ્લી જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ અને મેઘરજ ગામમાં સરપ્રાઇઝ ચેકિંગ-રેડ હાથ ધરવામાં આવ્યું હતું, જીલ્લા હસ્તકની કચેરીઓ ખાતે ધ્રુમપાન કરતા અથવા પાન મસાલા ખાઈને ગંદગી કરતા વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરી કુલ ૧૩ કેસ નોંધી રૂા. ૨૦૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.
માન.જીલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એ.સિદ્દિકી અને એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.આશિષ ખાંટના માર્ગદર્શન હેઠળ જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ ધ્વારા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી, ફૂડ & ડ્રગ્સ વિભાગ, ટોબેકો કાઉન્સેલર, મોડાસા અને મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલના સહકારથી સંયુકત ટીમ બનાવીને તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 કાયદાની અમલવારી માટે દંડ વસુલવામાં આવ્યો હતો. COTPA-2003 અમલીકરણ અને જનજાગૃતિ અર્થે કલમ-૪ (જાહેર જગ્યાએ ધુમ્રપાન કરવા પ્રતિબંધ) , કલમ-૬,અ (અઢાર વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનાં વેચાણ પર પ્રતિબંધ) તેમજ કલમ-૬,બ (શૈક્ષણીક સંકુલની ૧૦૦ યાર્ડ વિસ્તામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ) જેવી કલમોનાં ભંગ કરવા બદલ કુલ ૧૩ કેસ નોંધી કુલ રકમ રૂા.૨૦૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન તમાકુ વિક્રેતાઓને તમાકુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ તમાકુ અધિનિયમની વિવિધ કલમોનું ચુસ્તપાલન કરવા અંગે સમજૂતી આપવામાં આવી હતી





