
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઇ ખાતે નવ નિયુક્ત આચાર્ય, ડૉ.જગદીશ ભોયા અને પૂર્વ આચાર્ય ડૉ.હેતલ રાઉતનો સન્માન સમારંભ યોજાયો હતો.વિનયન કોલેજ વઘઇને નવા આચાર્ય મળતા ડૉ.હેતલ રાઉત પુનઃ સરકારી વિનયન અને વાણિજય કૉલેજ આહવા ખાતેની કોલેજમાં ફરજ બજાવશે.સન્માન સમારંભ દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, વિધાર્થીઓના પ્રતિભાવ, અધ્યાપક મિત્રોના પ્રતિભાવ, સ્મૃતિભેટ અર્પણ કરી યોજવામાં આવ્યો હતો. સરકારી કોલેજ આહવાથી ડૉ.દિલીપ ગાંવિત, ડૉ.ગૌરવભાઈ, ડૉ.ગણેશભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ડો.દિલીપ ગાવિતે કૉલેજ પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવી શુભાશિષ આપ્યા હતા. પ્રા . રાકેશભાઈ નાયકા અને પ્રા.અક્ષય બાગુલે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.આચાર્ય ડૉ. જગદીશ ભોયા એ પ્રસંગોપાત ઉદબોધનમાં ડૉ.હેતલ રાઉતના કાર્યકાળને બિરદાવી,નવા સ્ટાફ મિત્રોનું સ્વાગત કરી કોલેજના ઉજ્જવળ ભવિષ્ય માટે પહેલ કરી શુભકામનાઓ પાઠવી હતી. ડૉ. હેતલ રાઉતે સમગ્ર કોલેજ પરિવાર સાથેની પ્રારંભથી આજદિન સુધીની સફર ને તાજા કરી હતી. સમગ્ર સમારંભનું સંચાલન અને આભારવિધી ડૉ. પ્રીતિ પટેલ એ કરી હતી અને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ ને પરિપૂર્ણ કર્યો હતો..





