વાવ થરાદ જિલ્લાના પોલીસનુ કડક એક્શન થરાદમાં ટ્રાફિક નિયમોનો શબ્દ શીખવાડતા પી.એસ.આઇ.આર જે ચૌધરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાની રચનાને અનુસરીને નવા જિલ્લામા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા આપેલ કડક સૂચનાને ધ્યાને લેતા થરાદ ટ્રાફિક વિભાગ સક્રિય થયો છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પીએસઆઇ આર.જે. ચૌધરી એક્શન મૂડ માં આવી ગયા છે.
થરાદ શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં બ્લેક ફિલ્મ લગાવેલી કારો, નંબર પ્લેટ વગરની ગાડીઓ તેમજ નિયમોનો ભંગ કરતી વાહનો સામે તીવ્ર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સવારે થી જ પીએસઆઇ આર.જે. ચૌધરી અને તેમની ટીમે અનેક સ્થળોએ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી.
કાર્યવાહીમાં અનેક વાહનચાલકોને ચાલાન ફટકારવામાં આવ્યા હતા તથા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં ફરી નિયમ તોડવામાં આવશે તો કડક પગલાં લેવામાં આવશે.
નાગરિકોમાંથી કેટલાંકએ જણાવ્યું કે પોલીસનો આ અભિગમ વખાણવા લાયક છે કારણ કે છેલ્લા સમયથી શહેરમાં બેદરકારીભર્યું વાહનચાલન અને ગેરકાયદેસર બ્લેક ફિલ્મનો ઉપયોગ વધ્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા ના આદેશ મુજબ શહેરમા ટ્રાફિક શિસ્ત જાળવવા માટે સતત ડ્રાઇવ ચાલશે કાયદાનો ઉલ્લંઘન કરનાર કોઈને પણ બક્ષવામાં આવ
શે નહીં




