ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : થર્ટી ફર્સ્ટ નિમિત્તે અરવલ્લી પોલીસનો કડક એક્શન પ્લાન, જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા – 4 DYSP, 19 PSI સહિત કુલ 761 પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : થર્ટી ફર્સ્ટ નિમિત્તે અરવલ્લી પોલીસનો કડક એક્શન પ્લાન, જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા – 4 DYSP, 19 PSI સહિત કુલ 761 પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત

અરવલ્લી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશાખોરી, બુટલેગિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ જેવી ઘટનાઓ પર અંકુશ મૂકવા અરવલ્લી પોલીસે વિશેષ એક્શન પ્લાન ઘડ્યો છે. ગુજરાત–રાજસ્થાનને જોડતી કુલ ૧૦ ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં શામળાજીની રતનપુર બોર્ડર પર ખાસ કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

જિલ્લાભરમાં કુલ ૪૮ નાકા પોઈન્ટ ઊભા કરીને રાઉન્ડ ધ ક્લોક વાહન તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કામગીરીમાં ૪ ડીવાયએસપી, ૧૯ પીએસઆઈ સહિત કુલ ૭૬૧ પોલીસ કર્મીઓનો મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.ડ્રિંક ડ્રાઇવના કેસોને અટકાવવા બ્રેથ એનેલાયઝરની મદદથી વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ, સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ વધુ કડક બનાવવામાં આવ્યું છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાને તાત્કાલિક અટકાવી શકાય.યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પણ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. બુટલેગરોના મનસૂબાને તોડી પાડવા માટે જિલ્લાભરમાં સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.અરવલ્લી પોલીસના આ કડક આયોજનથી થર્ટી ફર્સ્ટ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાશે અને કાયદો ભંગ કરનાર તત્વોમાં ભયનો માહોલ સર્જાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!