તા.૦૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયના વિધાર્થીઓએ એક દિવસીય ગુરુની ભૂમિકા ભજવી.
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક દિવસ શિક્ષક બનીને ગુરુની ભૂમિકા ભજવી હતી. જેમાં શાળામાં પ્રાર્થના સંચાલન થી માંડીને શૈક્ષણિક કાર્ય સુધીની તમામ જવાબદારીઓ નિભાવી હતી. ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પોતપોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું. શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા શિક્ષકદિન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શાળા સ્ટાફ દ્વારા ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.