વડાપ્રધાન શ્રી દ્વારા અનેક યોજનાઓ થકી ખેડૂતોના વિકાસ માં આર્થિક વૃદ્ધિ થઈ.
ખેડૂતોના વિકાસ માટે વડાપ્રધાનશ્રી દ્વારા અનેક યોજનાઓ થકી ખેડૂતોની આર્થિક વૃદ્ધિ થઈ.
અમીન કોઠારી :- મહીસાગર
મહીસાગર જિલ્લાના માધવપુરા ગામના ખેડૂત મનીષકુમાર કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત કંબાઇન હાર્વેસ્ટર માટે ૦૬.૪૦ લાખની સહાય મળી
હાર્વેસ્ટર વસાવવાથી કામમાં ઝડપ વધી છે ખેતીનો ખર્ચ ઘટયો છે અને નુકસાન પણ ઘટ્યું છે – લાભાર્થી મનીષકુમાર
જગતનો તાત ખેડૂત ખેતી દ્વારા સમાજ અને દેશને આર્થિક અને સામાજિક વિકાસ માટે પાયાનો ટેકો પૂરો પાડે છે ખેડૂતોના સર્વાંગીણ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફ્રોમ ફાર્મ ટુ ટેબલ અને વાવણી થી વાવેતરના ઉમદા અને મહત્વકાંક્ષી વિચારને ચરિતાર્થ કરવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને રાજ્યના ખેડૂતો સંગઠિત બનીને પ્રયાસો કરી સારા પરિણામ મેળવી રહ્યા છે ત્યારે કૃષિ કાર્ય માટે જરૂરી વિવિધ સાધનો ખેડૂતોને સરળતાથી ઉપલબ્ધ બની રહે તે માટે કૃષિ યાંત્રિકીકરણ યોજના વડે ખેત ઓજારોની ખરીદી માટે ખાસ સહાય પૂરી પાડવામાં આવે છે. જીલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જે આર પટેલ અને તેમની ટીમે કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થી ખેડૂતોની મુલાકાત લીધી હતી તેમણે તૈયાર થયેલ ડાંગરના પાકની હાર્વેસ્ટિંગની કામગીરી નિહાળી ખેડૂતોના પ્રતિભાવ મેળવ્યા હતા.
મહીસાગર જિલ્લાના માધવપુરા ગામના ખેડૂત મનીષકુમાર કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ખેડૂત આઈ પોર્ટલ પર કંબાઇન હાર્વેસ્ટર મેળવવા માટે અરજી કરી હતી જેમની અરજી મંજુર થતા આ યોજનાનો લાભ મળ્યો અને તેઓને રૂપિયા છ લાખ ચાલીસ હજારની સહાય મળી હાલ તેઓ ઓછા મજૂરી ખર્ચે સરળતાથી ઝડપથી પોતાના ખેતરમાં ડાંગરની કાપણી કરી શકે છે.હાર્વેસ્ટર વસાવવાથી તેઓના કામમાં ઝડપ વધી છે ખેતીનો ખર્ચ ઘટયો છે અને નુકસાન પણ ઘટ્યું છે. ખેડૂતે અગાઉની ડાંગરની કાપણી વખતે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે અને આ યોજનાથી ખૂબ લાભ મળ્યો છે તેમ જણાવતાં સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી જે આર પટેલે જણાવ્યું હતું કે, કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં વિવિધ સાધનો વસાવી ખેડૂતો ઝડપથી ચોકસાઇપૂર્વક કામ કરી પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. મહીસાગર જીલ્લામાં મુખ્ય પાક ડાંગર છે ચાલીસ હજાર હેકટરથી વધુ વાવેતર છે ત્યારે આવા કંબાઇન હાર્વેસ્ટર ખેડૂત માટે ફાયદારૂપ છે.