GUJARATJUNAGADHKESHOD

વિકાસ વિરોધી રાજકારણ સામે દૃઢ નેતૃત્વ – કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાનો કરારો જવાબ

વિકાસ વિરોધી રાજકારણ સામે દૃઢ નેતૃત્વ – કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાનો કરારો જવાબ

કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાની કાર્યમુદત પૂર્ણ થવા નજીક છે ત્યારે તેમણે જાહેર નિવેદન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોનો દૃઢતાપૂર્વક જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિકાસલક્ષી કાર્યોમાં અવરોધ ઉભા કરવા ખોટી અરજીઓ થઈ રહી છે.પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નગરના હિત માટે પારદર્શક અને નિષ્પક્ષ રીતે કામ કરવામાં આવ્યું છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વિકાસને પ્રાથમિકતા આપી શહેરના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ આપી છે રાજકીય લાભ મેળવવા માટે નગરપાલિકાની છબી ખરાબ કરવાનો પ્રયાસ દુર્ભાગ્યપૂર્ણ છે.તેમણે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં આંબાવાડી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત બગીચામાં મહાબલી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપના બાદ સિંહાસન આસપાસ લગાવવામાં આવેલ મારબલમાં ટેક્નિકલ ખામી જણાતાં તાત્કાલિક કારીગરો દ્વારા યોગ્ય રીતે સુધારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હકીકત જાણ્યા વગર કરવામાં આવેલા આક્ષેપો માત્ર રાજકીય હેતુસર છે,જેનું તેમણે ખંડન કર્યું મેહુલભાઈ ગોંડલીયા તેમના સાદગીભર્યા સ્વભાવ, પારદર્શક વહીવટ અને દૃઢ નેતૃત્વ માટે જાણીતા છે. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં અનેક વિકાસકાર્યોને નવી દિશા મળી છે. નગરહિતને સર્વોપરી રાખીને તેઓ સતત જનસેવામાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા છે હાલમાં નગરપાલિકાની મુદત પૂર્ણ થવા સાથે આવનારી સામાન્ય ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પરંતુ શહેરના વિકાસ માટે મેહુલભાઈ ગોંડલીયાનો દૃઢ અભિગમ સ્પષ્ટ રીતે સામે આવ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!