AHAVADANGGUJARAT

ડાગ: જીવનજ્યોત રેસી.સ્કૂલ પીંપરીનાં વિદ્યાર્થીએ ચિત્રકામ સ્પર્ધામાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર પ્રેરિત અને શ્રીરામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે રાજ્ય કક્ષાનો કલા ઉત્સવ 2024/25 યોજાયો હતો.જે કલા ઉત્સવની ચિત્રકલા પ્રાથમિક વિભાગમાં ડાંગ જિલ્લાનાં જીવનજયોત રેસિડેન્શિયલ સ્કૂલ પીંપરીનાં ધોરણ-8માં અભ્યાસ કરતો વિધાર્થી નામે ક્રિતાર્થકુમાર કિશનભાઇ વાડુ એ’ગરવી ગુજરાત ’થીમ મુજબ અર્થ સભર આકર્ષક ચિત્ર બનાવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી શાળા તેમજ સમગ્ર ડાંગનું નામ દીપાવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે રમત ગમતની સાથે સાથે ડાંગનાં બાળકો કલા ક્ષેત્રે પણ નામના અને સફળતા મેળવી રહ્યા છે.જે બદલ સમગ્ર ડાંગ જિલ્લાની વહીવટી તંત્રની ટીમ દ્વારા અઢળક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.આ ચિત્રકલા સંદર્ભે હર હંમેશા આદર્શ માર્ગદર્શન આપવા બદલ તાલીમ ભવન વઘઇનાં આર્ટ લેક્ચરર યોગેશભાઈ ચૌધરીનો પણ સિંહફાળો રહેતા શાળાપરિવાર તરફથી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

Back to top button
error: Content is protected !!