GUJARATIDARSABARKANTHA
યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી વાદન સ્પર્ધામાં તૃતીય ક્રમે.

*યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી વાદન સ્પર્ધામાં તૃતીય ક્રમે.*
માથાસુર ખાતે ‘જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ઈડર’ દ્વારા કલાઉત્સવ કાર્યક્રમ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાદન(તબલા) સ્પર્ધામાં કાપડિયા પુનિત સુરેશભાઈ(ધોરણ-૮) તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP) પ્રમાણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિશેષ પ્રયત્નો થાય છે. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓની રૂચી અને પ્રતિભા પ્રમાણે વિકાસની તક મળે છે. આથી જ વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં આત્મવિશ્વાસ પૂર્વક ભાગ લઈ નોંધપાત્ર દેખાવ કરે છે. જે બદલ શાળા પરિવાર વિજેતાને શુભેચ્છા પાઠવે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




