
રાજપીપળામાં આધાર અપડેટ કરાવવા કલાકો સુધી કતારોમાં ઊભા રહેતા વિદ્યાર્થી વાલીઓ
રાજપીપલા નજીક ગ્રામ્ય વિસ્તારો માંથી આધાર અપડેટ કરાવવા આવતા વિદ્યાર્થીઓ વાલીઓમાં રોષ
એક સેન્ટર ઉપર દિવસમાં માત્ર ૬૦ લોકોને આધાર અપડેટ માટે કુપન અપાય છે જેની સામે ૧૦૦ થી વધુ લોકો કતારમાં હોય છે
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્ય સરકાર તરફથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિવિધ યોજનાઓ હેઠળ જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થતી હોય છે તેની માટે એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને આધારકાર્ડ અપડેટ પણ હોવું જરૂરી છે ત્યારે રાજપીપળા માં આધાર કાર્ડ અપડેટ ની કામગીરી માટે બે ત્રણ દિવસથી કેટલાક લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી રાજપીપળાના આધાર કેન્દ્રો ખાતે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે
રાજપીપળા ની મુખ્ય માર્ગ ઉપર આવેલી બેંક ઓફ બરોડા ઉપરાંત મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કરાવવા સવારથી જ લોકો લાઈન લગાવીને ઉભા રહે છે ઉપરાંત અન્ય આધાર કેન્દ્રો ખાતે પણ લોકોની ભીડ જોવા મળે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પોતાની મજૂરી કામ છોડીને બાળકોને લઈને લોકો આધાર અપડેટ કરાવવા આવવા મજબૂર બન્યા છે કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો મહામૂલી અભ્યાસ છોડીને આધાર અપડેટ કરાવવા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા અને તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે બે ત્રણ દિવસથી તેઓ આવી રહ્યા છે પણ હજી કામ થતું નથી
બેંક ખાતા સાથે આધાર કાર્ડ ને લીંક કરાવવું એ ખૂબ જરૂરી છે એ વાત સાચી છે પરંતુ તેની સાથે સાથે આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે



