
બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ
તા.૧૦/૧૦/૨૦૨૪
નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
ખાતે આચાર્ય ડૉ. જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની ગીત સંગીત અને નૃત્ય ધારા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત નવરાત્રી નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ આરતી કરી સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ગરબે ઝૂમ્યા હતા. સમગ્ર કૉલેજ પરિવારે હર્ષોલ્લાસપૂર્વક આ દિવસની ઉજવણી કરી હતી.


