
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીમાં આવેલ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ શાળામાં દર વર્ષે માટીમાંથી બનેલ ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.આ મૂર્તિ બનાવનાર ધોરણ ૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓમાં (૧)ભોયે પ્રણવભાઈ કમલેશભાઈ (૨)પવાર પ્રતિકભાઈ સુરેન્દ્રભાઈ (૩)ચૌધરી પ્રણવભાઈ કમલેશભાઈ (૪)ધૂમ રાજભાઈ મહેન્દ્રભાઈ (૫)ચૌર્યાં ગૌરવભાઈ વિનોદભાઈ વગેરે નાઓએ પોતાની કલાકૃતિ અને કુશળતાથી આબેહૂબ મૂર્તિનું સર્જન કર્યું છે.અને જણાવ્યુ હતુ કે ધન્ય છે એવા પૂજય પી.પી. સ્વામીજીને કે જેમના થકી આ મૂર્તિ બનાવવાનો અને ઉત્સવ મનાવવાનો અમને લહાવો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, માટીથી બનેલી ગણેશ મૂર્તિઓ ઘરમાં પૂજા માટે અને પર્યાવરણની સુધારણા માટે શ્રેષ્ઠ છે.આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી, તેથી ઘરમાં કે મહોલ્લાઓમાં માટીમાંથી બનેલી મૂર્તિની જ સ્થાપના કરવી જોઈએ.વિશ્વભરમાં ગણપતિ દાદા ને પાંચ કે દસ દિવસ પૂર્ણ શ્રદ્ધાથી ભજન કીર્તન કરી ગણપતી દાદાને DJ નાં નાદે નાચી, કૂદી તળાવમાં લઈ જઈ ખસેડી દઈ ડુબાડી દેવામાં આવે છે.અને આજુ બાજુના સ્થાન પર નારિયેળ, ફુલ, ધજા, ગુલાલનું પુષ્કળ પ્રમાણમાં નાખી દેવાતા અસ્વચ્છ સહીત ગંદકીનું સામ્રાજ્ય ઊભું કરવામાં આવી રહ્યો છે.આ સાથે વસ્તુ પાણીમાં પણ વધું પ્રમાણમાં નાખતા પાણી અશુદ્ધ થતા તેં દૃશ્ય નિહાળતા હૃદય દ્રવી ઉઠતા પોકાર પડે છે કે આ તે કેવું વિસર્જન ? આ વ્યવસ્થામા બદલાવ થાય ગણપતી દાદાનો ઉત્સવ પ્રાચિનતમ રીતે ઉજવાય તેં ઉદ્દેશ્ય અને હેતુસર સ્વામીજીએ સાચી સમજણ આપી ઉત્સવમાં પરિવર્તન લાવવા પ્રયત્નો કર્યા છે.આ પદ્ધતિથી અહી આ ઉત્સવ ઉજવી રહ્યો છે.આ શાળામાં સંસ્કાર અને સિંચન સાથે પી.પી સ્વામીજીનાં આચરણ થકી ગણેશજીને પૂર્ણ શ્રદ્ધાથી પાંચ દિવસના ઉત્સવમાં સાયમ-પ્રાતઃ આરતી, ભજન-કીર્તન, પ્રસાદ નું આયોજન થાય છે. પાંચ દિવસ પછી આ મૂર્તિને એક મોટા પાત્રમાં શુદ્ધ પાણીમાં રાખી વિસર્જન કરવામાં આવે છે, મૂર્તિ પાણીમાં ઓગળી જાય પછી તે પાણી શાળાના બાગ બગીચામાં અર્પણ કરી આ ઉત્સવ પૂર્ણ શ્રદ્ધાથી સમાપન કરવામાં આવે છે..





