ગ્રીન કેમ્પસ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ ક્વિઝ નું આયોજન

29 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગ્રીન કેમ્પસ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ ક્વિઝ નું આયોજન
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે ગ્રીન કેમ્પસ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 28 જુલાઈ 2025 ને *વર્લ્ડ નેચર કન્ઝર્વેશન દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ ક્વિઝ નું આયોજન* કરવામાં આવેલ કે જેમાં 100 થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત સમૂહ શ્લોકગાન થી કરવામાં આવી તથા કાર્યક્રમમાં ગ્રીન કેમ્પસ કમિટીના કન્વીનર ડો. મુકેશ પટેલ, નેચર ક્લબ ના કન્વીનર ડો. સુરેશભાઈ પ્રજાપતિ, કોમર્સ વિભાગમાંથી ડો. પ્રિયાબેન ચૌહાણ તથા નિર્ણાયક તરીકે રસાયણશાસ્ત્ર વિભાગમાંથી ડો. અંકિતાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રિન્સિપલ ડો. વાય. બી. ડબગરના પરોક્ષ આશીર્વાદ રહ્યાં. નેચરક્લબના કન્વીનર ડો.સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા સ્વાગત ઉદબોધન તથા આશિર્વચન અપાયા. કાર્યક્રમ દરમિયાન 100 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સંરક્ષણ જાગૃતિ ક્વિઝમાં ઉત્સાહ સભર ભાગ લીધો તથા નિર્ણાયક શ્રી ડૉ. અંકિતાબહેન ચૌધરી દ્વારા શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વાળા વિધાર્થીઓને અનુક્રમે ડૉ. સુરેશભાઈ પ્રજાપતિ, સેવાકર્મી શ્રી કેશાભાઈ તથા ડૉ. પ્રિયાબહેનને હસ્તે ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ડો. જે એન પટેલનું કવીઝના પ્રશ્નો માટે અમૂલ્ય યોગદાન રહ્યું તથા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થી સ્વયંસેવક ભાઈ બહેનોનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું. કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો.














