GUJARATJUNAGADH

જેકેએમ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓએ સખી-વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

જેકેએમ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓએ સખી-વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

હબ ફોર એમ્પાવર મેન્ટ ઓફ વિમેન અને સખી-વન સ્ટોપ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ જેકેએમ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓએ સખી-વન સ્ટોપ સેન્ટર ની મુલાકાત લીધી હતી.આ મુલાકાતનો ઉદ્દેશ્ય રાજય સરકાર દ્વારા કાર્યરત સેન્ટરો,વિવિધ યોજનાઓ, અને કાયદાકીય જોગવાઈઓ વિશે વિધાર્થીનીઓમાં જાગૃતિ કેળવવાનો હતો.આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનું વહીવટી માળખું,હિસ્ટ્રીક હબ ફોર એમ્પાવર ઓફ વીમેન, મહિલાલક્ષી યોજનાઓ,સખી-વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને તેના ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સેન્ટરના કર્મચારીઓએ સમજાવ્યું કે કઈ રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને તાત્કાલિક આશ્રય, તબીબી સહાય,કાયદાકીય સલાહ અને માનસિક પરામર્શ (કાઉન્સેલિંગ) જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે અને કોઈપણ પીડિત મહિલા અહીં વિના મૂલ્યે મદદ મેળવી શકે છે.આમ,વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં જ્યાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવશે, ત્યાં તેઓ આ જ્ઞાનનો ઉપયોગ કરીને સમાજમાં મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સખીવનસ્ટોપ કેન્દ્ર સંચાલક અંકીતાબેન સાથે સ્ટાફ ટીમ,કોલેજનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા.આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!