
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવ ની ઉજવણી આજરોજ જૂનાગઢના જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે યોજાઈ હતી.વૈદિક મંત્રો સાથે મહાનુભાવોના શ્રીમદ ભાગવત ગીતાજીનું પુજન અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરનો ભવ્ય ગીતા જયંતી મહોત્સવ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષશ્રીય પ્રવચનમાં શ્રી હેરશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે,ગીતા જયંતિ મહોત્સવના કાર્યક્રમ થકી સંસ્કૃત અને સંસ્કૃતિના જતનનું કાર્ય થઈ રહ્યું છે.તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અભ્યાસક્રમમાં ભગવત ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે.જે ખૂબ જ ગૌરવની વાત છે.તેમણે ઉમેર્યું હતું કે માત્ર શિક્ષણમાં જ નહીં પણ સમાજ જીવનમાં પણ આ પ્રકારના કાર્યક્રમ આપણને માનવતા તરફ અને ગીતાના સાર તરફ જીવન જીવવાનો અવસર પ્રાપ્ત કરે છે.તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત તરફ વળી રહ્યા છે એ ખૂબ જ આનંદની વાત છે. તેમણે ગીતા મહોત્સવના સુંદર આયોજન માટે શિક્ષણ પરીવારને બિરદાવ્યો હતો.જૂનાગઢના નિવૃત પ્રાધ્યાપક શ્રી ડો.બી.એમ સેલડીયા એ શ્રીમદ ભગવતગીતા અને માનવજીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય આપ્યું હતું.આ પ્રસંગે શ્લોક કંઠસ્થ સ્પર્ધાના પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને શીલ્ડ દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે સામવેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા શ્રીમદ્ ભગવત ગીતાના ૧૨માં અધ્યાયનું સામુહિક પઠન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સુશ્રી કોકીલાબેન ઉઘાડે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત સંવર્ધન યોજના,સંસ્કૃતિ પ્રોત્સાહન યોજના,સંસ્કૃત સપ્તાહની ઉજવણી સહિતની કાર્યરત યોજનાઓ અને સંસ્કૃત બોર્ડની કામગીરીથી સૌ કોઈને પરિચિત કર્યા હતા.કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સુશ્રી આશાબેન રાજ્યગુરુ એ કર્યો હતો અને આભાર વિધિ સુશ્રી કોકીલાબેન ઉંઘાડે કરી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કિશોર શેલડીયા દ્વારા સંસ્કૃત ભાષામાં અને ભાવિશાબેન ઠાકરે કર્યું હતું. આ સમારોહના પ્રારંભે મહાનુભાવો એ સંસ્કૃત ભાષાને લગતી પ્રદર્શની નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રમેશભાઈ જેઠવા , મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વત્સલાબેન દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા, કારોબારી સદસ્ય શ્રી અને પ્રમુખ શ્રી જૂનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના શ્રી નિલેશભાઈ સોનારા, ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ અને જૂનાગઢ જિલ્લા ઉત્કર્ષ મંડળના શ્રી ભરતભાઈ રાઠોડ, જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ શ્રી વેજાભાઈ પિઠીયા,શ્રી માલદેભાઈ નંદાણીયા,શ્રી પરબતભાઈ નાઘેરા, શ્રી સુરેશભાઈ ખુમાણ,શ્રી રાજુભાઈ સુત્રેજા,શ્રી નરસિંહભાઈ માંડવીયા,શ્રી દિનેશભાઈ પંડ્યા,શ્રી નાગભાઈ વાળા,શ્રી જીગ્નેશભાઈ ચાવડા સહિતના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







