હાલોલમાં વી.એમ સ્કૂલ ખાતે યોજાયેલી શાળાકીય અંડર 14ની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ સરસ્વતી વિદ્યામંદિરના વિધાર્થીઓ ઝળક્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૮.૨૦૨૫
હાલોલ માં વી.એમ સ્કૂલ ખાતે યોજાયેલી શાળાકીય અંડર 14ની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ સરસ્વતી વિદ્યામંદિરના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ એ વિવિધ રમત ની અંદર 600 મીટર દોડમાં ધોરણ 8 નો વિદ્યાર્થી તન્મય પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તથા વિઘ્ન દોડ ની અંદર દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે વિઘ્ન દોડ ની અંદર પટેલ પ્રજ્ઞેશ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે ગોસ્વામી માહી ધોરણ 8 વિઘ્ન દોડ ની અંદર દ્વિતીય નંબર ધોરણ 9ની અંદર પઠાણ સાલેહ વિઘ્ન દોડ અંદર દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે તથા ગોહિલ ઉર્વશી 100 મીટર દોડ ની અંદર દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે અંગ્રેજી માધ્યમના યાદવ નીતિને અન્ડર 19 માં લાંબી કૂદમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે આ બદલ તમામ સ્પર્ધકો અને તેમને માર્ગદર્શન પૂરું પાડનાર પી.ટી ટીચર કાંતાબેન ને પણ શાળા પરિવાર ટ્રસ્ટી તથા બંને માધ્યમ ના આચાર્ય તરફ થી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ વામાં આવ્યા હતા.







