હાલોલ:કલા મહાકુંભ માં શારદા વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓ ઝળક્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧.૨૦૨૫
કલા મહાકુંભ 2024-25 નું તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગોધરા દ્વારા શુક્રવારના રોજ હાલોલની વી. એમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યુ હતું.આ સ્પર્ધામાં ચિત્રકલા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધા ,વકૃત્વ સ્પર્ધા , રાસ- ગરબા વગેરે યોજવામાં આવી હતી.જેમાં શારદા વિદ્યામંદિર શાળાની ધો. 8 અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.આયુષી.આર. કુસ્વાહા વકૃત્વ સ્પર્ધા માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તથા કુ. ચિત્રા.સી.આર્યા એ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.શારદા વિદ્યામંદિર ગુજરાતી માધ્યમ માંથી પણ વિદ્યાર્થીઓ ઝળહળ્યા હતા તેમાં ધો.10 ની વિદ્યાર્થીની કુ.વિધિકા.એસ.તિરગર એ 15 થી 20 વર્ષની કેટેગરીમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો, રાસ ગરબા માં ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈને શારદા વિદ્યામંદિર શાળાનું નેતૃત્વ કરશે .આ સિદ્ધિ હાસિલ કરવા બદલ શાળાના બંને માધ્યમના આચાર્ય અને શાળાના ટ્રસ્ટીઓએ અભિનંદન આપીને જિલ્લાકક્ષાએ શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.










