
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર તાલુકાના શાહપુર ગામમાં મકાનમાં લાગી આગ
ગ.સ્વ.ઠાકોર કમુબેન રમેશજી ના ઘરમાં શોર્ટ સર્કીટ ના લીધે મકાનમાં રહેલ સામગ્રી ભસ્મ થઈ ગઈ સાથે સાથે બીજા મકાન જેવા કે ઠાકોર લાલાજી રમેશજી ના મકાન સુધી આગ પસરી
પ્રથમ મકાનમાં આગ લાગ્યા બાદ અન્ય બે મકાનોને પણ આગને લપેટમાં લીધા
આગની ઝપટમાં અન્ય ત્રણ મકાનો પણ બળી ખાખ થઈ ગયા
લાઈટ ના કારણે શોર્ટ સર્કિટ થયુ તેવું જાણવા મળ્યું તેના કારણે આગ લાગી તેથી
ફાયર વિભાગમાં જાણ કરતાં તાત્કાલિક ફાયર વિભાગની ટિમ સ્થળે પહોંચી આગ હોલવા પ્રયત્નો કર્યા પણ આગ હોલવવામાં સફળ ન થતાં
મહેસાણા થી વધુ ફાયર ટીમ બોલવામાં આવી અને આગ ને હોલવવામાં સફળ રહ્યા પણ ઘરની અંદર રહેલ દરેક ચીજ વસ્તુ જેવા કે અનાજ,કપડાં,રૂપિયા,દાગીના અને ઘાસચારો જેવી અનેક વસ્તુ પણ બળીને ખાખ થઈ.





