GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ગુજરાતના મધ્ય-ઝોન કક્ષાનું બાળ પ્રતિભા સ્પર્ધામાં વી.એમ.શાળાના વિધાર્થીઓ ઝળક્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૧૧.૨૦૨૪

ગુજરાતના મધ્ય-ઝોન કક્ષા નું બાળ-પ્રતિભા સ્પર્ધા 2024-25 બોટાદ જિલ્લા ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા મધ્ય-ઝોન કક્ષા બોટાદ ખાતે લોક-નૃત્ય(ટિપ્પણી),લગ્ન ગીત,સર્જનાત્મક કારીગરી,લોક-વાદ્ય,ચિત્ર સ્પર્ધા માં પોતાની અદભુત કલા નું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.જેમાં લગ્ન-ગીત માં દ્વિતીય નંબર અને લોક-વાદ્ય માં તૃતિય નંબર મેળવી પોતાનું અને પોતાના માતા-પિતા ના નામ સાથે શાળાનું નામ મધ્ય-ઝોન કક્ષા બોટાદ ખાતે પ્રજ્વલિત કર્યું હતું તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન તેમજ તેમને માર્ગદર્શન આપનાર શાળા ના શિક્ષક વર્ષાબેન ભોજક,અર્જુનભાઈ અને છાયાબેન બારોટને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.આ સાથે હવે આ વિદ્યાર્થીઓ ટુક સમય માં રાજ્ય કક્ષાએ પોતાની કલા નું પ્રદર્શન કરવા પ્રયાણ કરશે.

Back to top button
error: Content is protected !!