ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં ‘બેગલેસ ડે’નો પ્રારંભ સાકરીયા પ્રા શાળામાં વિધાર્થીઓ શારીરિક, માનસિક, બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ‘બેગલેસ ડે’નો પ્રારંભ સાકરીયા પ્રા શાળામાં વિધાર્થીઓ શારીરિક, માનસિક, બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની 5 જુલાઈ 2025 થી પ્રથમ શનિવારથી 10 શનિવાર સુધી ધો.1થી 8 માં બેગ લેસ ડે શરૂ કરવામાં આવ્યો છે જેનાથી બાળકોને શનિવારે ત્રણ થી ચાર કિલો વજનની સ્કૂલ બેગ ઊંચકવામાંથી મુક્તિ મળી હતી..રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળાઓમાં આજથી દર શનિવારે ‘બેગલેસ ડે’નો પ્રારંભ થશે. જેમાં અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ હસતા કૂદતા નાસ્તા પાણી સાથે બેગ અને પુસ્તક વિના ભાર વગર બાળકો આવ્યા હતા અને શાળાઓમાં બાળકોને શારીરિક, માનસિક, બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.આ શિક્ષણ વિભાગના આ આદેશના પગલે હવે દર શનિવારે જાહેર રજાના દિવસોને બાદ કરતા બેગ લેસ ડેસ ઉજવણી કરી હતી . જેઅંતર્ગત યોગા, શારીરિક કસરતો, બૌદ્ગિક રમતો સહિતની બાબતોનો સમાવેશ કરાશે.બેગલેસ ડેસના કારણે વર્ગખંડમાં ચાલુ દિવસોમાં નિયત પાઠયક્રમ પ્રમાણે જે કામગીરી હાથ ધરાતી હતી.તેના બદલે વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના કૌશલ્યો પ્રાપ્ત થાય તે હેતુસરનું જ્ઞાન આપવામાં આવશે. જેમાં બાળકો શાળામાં ગમ્મત સાથે જ્ઞાન મેળવશે. આના કારણે વિવિધ સ્કૂલોમાં કૌશલ્ય વર્ધન હેતુના કારણે શિક્ષકોની કામગીરીમાં વધારો થશે.

 

 

Back to top button
error: Content is protected !!