મેઘરજ તાલુકાની શ્રી પહાડિયા પ્રાથમિક (પંચાલ) શાળામાં ડૉ કે આર ફાઉન્ડેશન દ્વારા ” વિચાર વાંચન શિબિર ” યોજાઈ ગઈ

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની શ્રી પહાડિયા પ્રાથમિક (પંચાલ) શાળામાં ડૉ કે આર ફાઉન્ડેશન દ્વારા ” વિચાર વાંચન શિબિર ” યોજાઈ ગઈ
તારીખ 27/02/2025 ને ના ગુરુવાર ના રોજ ડૉ કે આર શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષક બહેનો પંડ્યા મેઘનાબેન અને કટારા શિલ્પાબેન દ્વારા વિચાર વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના યુગમાં દિવસે ને દિવસે બાળકો નું ધ્યાન વધુમાં વધુ મોબાઈલ તરફ વધ્યું છે જેના કારણે બાળકો ને વાંચનમાં ઓછું ધ્યાન જતું હોય છે ત્યારે આ બહેનો દ્વારા શિબિરમાં વાંચનનું શું મહત્વ છે અને કઈ રીતે વાંચનમાં રસ દાખવી શકાય તે માટે આયોજન પૂર્વક આખા દિવસ દરમિયાન વાંચન વિચાર શિબિર કરવામાં આવી હતી જેમાં ફાઉન્ડેશન હ્યુમનના સમીરભાઈ અને અરૂણભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને અંતે શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી શિબિર પૂર્ણ કરવામાં આવી હતી



