
ઊંઝા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી એ.બી.મંડોરીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો .આ સ્વાગત કાર્યક્રમમાં કુલ પાંચ પ્રશ્નો હતો જેમાં ચાર પ્રશ્નો તાલુકા સ્વાગત તથા એક પ્રશ્ન ગ્રામ્ય સ્વાગતનો હતો. જેમાં ત્રણ પ્રશ્નો હકારાત્મક નિકાલ કરેલ છે અને બે પ્રશ્નો પેન્ડિંગ રાખેલ છે.ઊલેખનીય છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો અત્રે રજુ કરી શકાય છે. સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવે છે.આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારીઓએ અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળીને તેનો નિકાલ કરેલ છે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ,મામલતદાર, નાયબ મામલતદાર તેમજ પ્રશ્નો સંબંધીત કચેરી ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



