AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લેતા સુબિર તાલુકાનો સૌથી ઊંચો એવો ગીરમાળનો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લીધો છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લેતા પ્રકૃતિ સહીત નાના મોટા જળધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે વિરામ લેતા સુબિર તાલુકાનો ગીરમાળનો ગીરાધોધ રમણીય દ્રશ્યો રેલાવી રહ્યો છે.સુબિર તાલુકામાં આવેલો આ ગિરમાળનો ગીરાધોધ પોતાની અદભુત સુંદરતાથી પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનાં ગીરા નદી પર આવેલો ગીરાધોધ ડાંગ જિલ્લાનો સૌથી ઊંચો ધોધ છે.હાલમાં આ ધોધ પાણીનાં ખળખળાટ પ્રવાહથી ખીલી ઉઠતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સુબિરથી સિંગાણા થઈને આ ધોધ સરળતાથી પહોંચી શકાય છે.આ ધોધની મુલાકાત લેવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં ગીરમાળનાં ગીરાધોધની નજીક પહોંચીને પ્રવાસીઓ પ્રકૃતિની અદભુત રચનાનો આનંદ માણી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!