ARAVALLIGUJARATMODASA

લગ્નપ્રસંગ માટેની સાડી ભરેલ ગુમ થયેલ બેગ ગણતરીના કલાકોમાં નેત્રમ શાખાની મદદથી પરત મેળવવામાં મળેલ સફળતા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

લગ્નપ્રસંગ માટેની સાડી ભરેલ ગુમ થયેલ બેગ ગણતરીના કલાકોમાં નેત્રમ શાખાની મદદથી પરત મેળવવામાં મળેલ સફળતા

અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં અરજદાર રાવલ કૌશલભાઇ વિનોદભાઇ રહે. ભિલોડા, અરવલ્લીનાઓના તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ સવારે આશરે ૦૭:૩૦ કલાકે મોડાસા મુકામે સહયોગ ચોકડીથી ચાર રસ્તા રિક્ષામાં પરીવાર સાથે આવતા સમયે અરજદારની બેગ જેમાં લગ્ન પ્રસંગ માટે ખરીદેલી કિંમતી સાડીઓ આશરે કિં.4,000/- ભુલથી રિક્ષામાં રહી ગયેલ. સદર બાબતે અરજદાર દ્વારા નેત્રમ શાખા-અરવલ્લીનો સમ્પર્ક કરેલ. જેમાં નેત્રમ શાખા દ્વારા પ્રાથમિક માહીતી મેળવી ગુન્હાના સી.સી.ટી.વી ફુટેજ ચકાસણી અત્રેના નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ) ખાતે હાજર પોલીસ કર્મચારી દ્વારા કરતાં અરજદારની બેગ રિક્ષા વાહન નં. GJ31X6878 માં રહી ગયેલ હોવાનું જણાઇ આવેલ. જેની માહિતી તાત્કાલીક નેત્રમ ઈન્ચાર્જ જે.એચ. ચૌધરીને આપી હતી તેમના માર્ગદર્શન હેઠળ ઉક્ત રિક્ષા ચાલકનો સમ્પર્ક કરી અરજદારની ગુમ થયેલ સાડી ભરેલ બેગ કિં.4,000/- સહિસલામત પરત મળી આવેલ.આમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ CCTV કેમેરાના માધ્યમથી અરજદારની સાડીઓ કુલ કિંમત રૂપિયા 4,000/- પરત મળી આવતાં અરજદાર દ્વારા ટીમ નેત્રમની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યકત કર્યો હતો

Back to top button
error: Content is protected !!