GUJARAT

ડાંગ જિલ્લા પોલીસની સફળતા: અઢી વર્ષ જુનો અનડિટેક્ટ મર્ડર કેસ ઉકેલાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ સાઈબર ક્રાઈમ પી.આઈ.આર. એસ.પટેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ. કે.જે.નિરંજનની ટીમને એક મોટી સફળતા મળી છે.ધરમપુર પોલીસ સ્ટેશનનો છેલ્લા અઢી વર્ષથી અનડિટેક્ટ રહેલો એક ગંભીર હત્યાનો (મર્ડર) કેસ આખરે ઉકેલી કાઢવામાં આવ્યો છે. આ સિદ્ધિ ડાંગ જિલ્લાના પોલીસની આભારી છે.અઢી વર્ષ પહેલાં, ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૦૨૬૦/૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ હત્યારાની ઓળખ થઈ ન હોવાથી આ કેસ વણઉકેલાયેલો હતો.તાજેતરમાં, સાપુતારા પોલીસ સ્ટેશનના જાણવા જોગ નંબર-૦૫/૨૦૨૪ની તપાસ દરમિયાન ડાંગ પોલીસની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે આ કેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ  ટીમે સૌથી પહેલાં આ ગુનામાં સંડોવાયેલી વણઓળખાયેલ ડેડ બોડીની ઓળખ કરવાનું પડકારજનક કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યુ. ડેડ બોડીની ઓળખ બાદ, SIT દ્વારા હ્યુમન રિસોર્સ અને ટેકનીકલ એનાલીસીસના સંકલિત ઉપયોગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી. આ પદ્ધતિસરની તપાસને પરિણામે, પોલીસે આ અનડિટેક્ટ મર્ડર કેસના આરોપીને ઝડપી પાડ્યો.પોલીસે ઝડપેલા આરોપીદિનેશભાઈ મોતીરામભાઈ દેશમુખ (ઉંમર: ૨૯ વર્ષ,રહે.ઘોડવોહળ, તા. આહવા, જી. ડાંગ)ની કબૂલાતના આધારે, આ અઢી વર્ષ જૂનો મર્ડર કેસ સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યો છે.ગુનો ડિટેક્ટ થયા બાદ અને આરોપીની ધરપકડ બાદ, ડાંગ જિલ્લા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે આરોપીને ધરમપુર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.ડાંગ જિલ્લા પોલીસની આ કામગીરીને કારણે ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પરનો લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

Back to top button
error: Content is protected !!