
જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ માણાવદર ખાતે કે.સી.જી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ફિનિશિંગ સ્કૂલ અંતર્ગત તારીખ 19/1/26 થી 29/1/26 દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવહારમાં તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી એવી સ્પોકન તથા ફંકશનલ ઇંગલિશ ની ટ્રેનિંગ આપવામાં આવી, જેમાં ફંકશનલ ઇંગ્લિશની 40 કલાકની તાલીમ કેસીજીના અનુભવી અને સ્કિલ્ડ ટ્રેનર ડો.પુજા રાવલ દ્વારા તાલીમ આપવામાં આવી.આ તાલીમમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા લખતા અને બોલતા કેવી રીતે શીખી શકાય, તેનું બેઝિક ગ્રામર, વિદ્યાર્થીઓ પોતાનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપી શકે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંગ્રેજીનો વિભાગ કેવી રીતે ક્રેક કરી શકાય તે અંગેની બેઝિક તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં આર્ટસ અને કોમર્સ તેમજ બીસીએ ના 40 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દસ દિવસની આ તાલીમમાં વિદ્યાર્થીઓએ થિયરીકલ તેમજ પ્રેક્ટીકલ બંને રીતે ફંકશનલ ઇંગ્લિશની તાલીમ લીધી હતી અને વિકાસના દ્વાર ખોલ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેક વિદ્યાર્થીઓએ કાર્યક્રમની ઉપયોગીતા વિશે ખૂબ જ પોઝિટિવ ફીડબેક આપ્યા હતા. તેઓએ જણાવ્યું કે આ તાલીમ તેઓને જીવનમાં અને અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થશે. આવા તાલીમના કાર્યક્રમોમાં તેઓ જોડાતા રહેશે તેમ પણ તેમણે જણાવ્યું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અને કાર્યક્રમના કોર્ડીનેટરશ્રી ડો.વિજય કે.પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં તથા કેરિયરમાં લાઈફ સ્કીલનું તથા અંગ્રેજી નું મહત્વ સમજાવ્યુ.કાર્યક્રમના સંયોજક અને અંગ્રેજીના ડો.જાગૃતીબેન વાઘેલાએ વિદ્યાર્થીઓને અંગ્રેજીનું મહત્વ સમજાવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ શ્રી પ્રો.છૈયા સાહેબ તથા કોલેજના ટ્રસ્ટી જેઠાભાઈ પાનેરા દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓના વિકાસલક્ષી કાર્યક્રમ યોજતા રહે તે માટેના ઉત્સાહપૂર્વક પ્રયત્નો કરવામાં આવે છે. પ્રિન્સિપાલ શ્રી પ્રો.છૈયા સાહેબે જણાવ્યું કે, ફિનિશિંગ સ્કૂલ તાલીમ વિદ્યાર્થીઓને આજના સમયની માગ અનુસાર અંગ્રેજી અને લાઈફ સ્કીલ બંને વિષયો શીખવા જરૂરી છે .જેથી તેઓનો સમગ્રલક્ષી વિકાસ થાય સંસ્થાના અગ્રણી શ્રી જેઠાભાઈ પાનેરાએ આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂ સ્કીલ તથા હાલનાં સમયમાં અંગ્રેજી નું જ્ઞાન મહત્વ નું છે.ડો.યોગેશ ઠુંમર સાહેબ અંગ્રેજી નું મહત્વ વિદ્યાર્થીઓને કેરિયર બનાવવા માટે પ્રેક્ટીકલ નોલેજ K.C.G.આપે છે જે સરાહનીય છે. વધુમાં તેમણે ફેઝ ટુ, પર્સનાલિટી ડેવલોપમેન્ટમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





