
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી એસ.ઓ.જી.ની સફળ કામગીરી : ૪ વણશોધાયેલા ચોરીના ગુના ડીટેક્ટ, રૂ. 3.41 લાખનો મુદ્દામાલ રીકવર, બે આરોપી ઝડપાયા
અરવલ્લી જીલ્લામાં છેલ્લા છ મહિનાથી વણશોધાયેલ ૪ ચોરીના ગુનાઓનો ખુલાસો કરવામાં એસ.ઓ.જી. ટીમને મળી મોટી સફળતા. ભીલોડા પોલીસ સ્ટેશનનો ૧ તથા શામળાજી પોલીસ સ્ટેશનના ૩ મળી કુલ ૪ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરી સોનાની દોરા ચેઇન નંગ–4 અને મોબાઇલ નંગ–2 મળી કુલ કિંમત રૂ. 3,41,000નો પુરેપુરો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.એચ.પી. ગરાસીયા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. અરવલ્લીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એ.એચ. રાઠોડ તથા ટીમના કર્મચારીઓ 03 ડિસેમ્બર, 2025ના રોજ મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોડાસા બાયપાસ રેલ્વે ફાટક નજીક બે શંકાસ્પદ ઇસમોને ઝડપાઈ આવ્યા.યુક્તિસભર પુછપરછ કરતાં બંને શખ્સોએ ભીલોડા બસ ડેપો, શામળાજી બસ સ્ટેન્ડ અને શામળાજી મંદીર પાસે જુદી જુદી જગ્યાઓએ સોનાની 4 ચેઇન અને મોબાઇલ ચોર્યાની કબૂલાત કરી. ત્યારબાદ ત્વરિત કાર્યવાહી કરીને ચોરીનો સંપૂર્ણ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.
ડીટેક્ટ કરાયેલા ગુનાઓ
શામળાજી પોલીસ સ્ટેશન:
1. ગુ.ર.નં. 0499/2025 – કલમ 303(2) – તા. 12/10/2025
2. ગુ.ર.નં. 0435/2025 – કલમ 303(2) – તા. 22/08/2025
3. ગુ.ર.નં. 0306/2025 – કલમ 304(2) – તા. 11/06/2025
ભીલોડા પોલીસ સ્ટેશન:
4. ગુ.ર.નં. 0511/2025 – કલમ 303(2) – તા. 15/07/2025
પકડાયેલા આરોપીઓ
1. જીતુભાઈ પ્રકાશભાઈ દેવીપુજક, ઉંમર 38
રહે: મહેમદાવાદ, પુજન હોસ્પિટલ પાછળ, જી. ખેડા
2. ગુલાબભાઈ દેવકણભાઈ વાઘેલા (દેવીપુજક), ઉંમર 40
રહે: મહેમદાવાદ, કાછીયા રોડ, બ્રિજ નીચે, જી. ખેડા
બન્ને આરોપીઓ ધાર્મિક સ્થળો તથા ભીડવાળી જગ્યાએ દરદાગીના ચોરી કરતા હોવાની તપાસમાં હકીકત સામે આવી છે.જેમાં હજુ પકડવાનો બાકી આરોપી પ્રકાશભાઈ રામસિંગ દેવીપુજક રહે વૈશાલી રોડ, ઇન્દીરાનગર, નડીયાદ, જી. ખેડા પોલીસ પકડથી દૂર છે
અરવલ્લી એસ.ઓ.જી.ની સતર્ક કામગીરીને કારણે જીલ્લાના ૪ વણશોધાયેલા ચોરીના કેસો ડીટેક્ટ કરી સંપૂર્ણ મુદ્દામાલ પાછો મેળવવામાં સફળતા મળી છે, જે પ્રશંસનીય કામગીરી ગણાય છે.





