DAHODDAHOD CITY / TALUKOGUJARAT

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પનું સફળ આયોજન

તા.૨૭.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પનું સફળ આયોજન

દાહોદ જિલ્લા ના ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, ધાનપુર અને દેવ બારિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ ગામોમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પ દરમિયાન વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 883 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.જેમા એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ ધરાવતા લાભાર્થીઓની આગળની NAAT તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ કરીને ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે.આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર પ્રાપ્ત થયો. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી સુપરવાઇઝર, FHW, MPHW, આશા કાર્યકર બહેનો તથા અન્ય સહયોગી કર્મચારીઓની સક્રિય હાજરી અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો.આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.જન જનનું રાખો ધ્યાન – વહેલી તપાસ, સમયસર સારવાર અને સહકારથી બનાવીએ ટીબી મુક્ત ભારત.

Back to top button
error: Content is protected !!