અમદાવાદ કલેક્ટર કચેરીમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન: અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહભેર સહભાગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સરહદી વિસ્તારોમાં તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા બ્લડ બેંકો માટે રક્તનો પૂરતો જથ્થો એકત્ર કરવા સૂચના આપવામાં આવી છે. તે અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પ જિલ્લા વહીવટી તંત્રના સંકલન અને અમદાવાદની જાણીતી બ્લડ બેંક તેમજ મેડિકલ ટીમના સહયોગથી યોજાયું હતું. કલેક્ટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને એક અનોખો ઉદાહરણ પૂરું પાડી દીધો.
ઉલ્લેખનીય છે કે, કેવળ કચેરીના કર્મચારીઓ જ નહીં, પરંતુ શહેરના અન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી અને રક્તદાન કરી માનવસેવાનો નમૂનો રજૂ કર્યો.
દરેક ટીપાં રક્ત કોઈના જીવન માટે આશા બની શકે છે – એ ભાવનાથી દાનદાતાઓનો ઉત્સાહ પ્રસંશનિય રહ્યો.
દિલથી સહકાર આપનાર તમામ બ્લડ બેંકો, મેડિકલ સ્ટાફ તથા રક્તદાતાઓનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
દિલ્હીના પાટનગરથી માંડી સમગ્ર ગુજરાતમાં આવા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી જીવનરક્ષક રક્તની જરૂરિયાત સંતોષી શકાય.







