GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી સામાજિક વનીકરણ ટીમ દ્વારા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ, માતા સાથે કરાયું સુરક્ષિત મિલન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

Oplus_16908288

નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ નવસારી ની સુપા રેન્જ ટીમ દ્વારા માનવતા અને વન્યજીવ સંરક્ષણને પ્રાથમિકતા આપતી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ડાંભર ગામ ખાતે એક ખેડૂત દ્વારા શેરડીની કાપણી કરવામાં આવી રહી હતી ત્યારે ખેતરમાં દીપડાનું નાનું બચ્ચું દેખાતા ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા ટીમના સભ્યો તરત સ્થળ પર પહોંચી સાવચેતીપૂર્વક બચ્ચાનું રેસ્ક્યૂ કર્યું હતું.બચ્ચાને સુરક્ષિત સ્થળે રાખી તેની પ્રાથમિક તપાસ અને દેખરેખ કરવામાં આવી હતી. કોઈ ઇજા ન હોવાનું નિશ્ચિત થયા બાદ ટીમ દ્વારા બચ્ચાને ફરી શેરડીના ખેતરમાં યોગ્ય રીતે મૂકવામાં આવ્યું અને તેની માતા નિર્ભયતાથી આવી શકે તે માટે ટીમના સભ્યો અલગ-અલગ દિશામાં અંતર રાખીને દેખરેખ રાખતા રહ્યા હતા. થોડા સમય બાદ દીપડાની માદા ત્યાં આવી પોતાના બચ્ચાને સાથે લઈ જતા રેસ્ક્યૂ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.વન વિભાગની આ કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવ સંરક્ષણ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વનું સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. સ્થાનિક લોકો દ્વારા પણ ટીમની કામગીરીને બિરદાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!