BODELICHHOTA UDAIPURGUJARAT

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા ગોડાઉન ખાતે અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ, ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગોડાઉન વિસ્તારમાં આજે અચાનક અનાજ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઊઠતાં હાહાકાર મચી ગયો હતો. ગોડાઉન વિસ્તારમાં ઘનધોરા ધુમાડા અને આગની જ્વાળાઓ જોઈ તાત્કાલિક સંખેડા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્વરિત કામગીરી હાથ ધરી અને આગને કાબૂમાં લીધી હતી.પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતાં ગોડાઉન વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે ફાયર ટીમની સમયસરની હાજરીથી મોટું નુકસાન ટળી ગયું.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રકમાં ભરાયેલા અનાજને નુકસાન થયું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આગના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ ચાલુ છે.

રિપોર્ટર : તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!