AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના શામગહાન રેફરલ હોસ્પિટલમાં પ્રાંત અધિકારીશ્રી કાજલ અંબાલિયા ની આકસ્મિક તપાસ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સ્ત્રી-પુરુષ અલગ અલગ વોર્ડ હોવા છતાં સ્ત્રી વોર્ડ બંધ, એક જ ડોક્ટર, આયુષ્માન કાર્ડ વિવાદ સહિતની અનિયમિતતાઓ મળી .

ડાંગ જિલ્લાના શામગહાન રેફરલ હોસ્પિટલમાં જિલ્લા પ્રાંત અધિકારી કાજલબેન આંબલીયાએ આકસ્મિક મુલાકાત લીધી. સ્થાનિક લોકોની ફરિયાદના પગલે કરાયેલી તપાસમાં અનેક ગંભીર બાબતો સામે આવી.

હોસ્પિટલમાં સ્ત્રી વોર્ડની અલગ વ્યવસ્થા હોવા છતાં, સ્ત્રી-પુરુષ દર્દીઓને એક જ વોર્ડમાં રાખવામાં આવે છે. ડોક્ટર ગૌરાંગ પટેલે શૌચાલય બગડવાનું કારણ આપ્યું. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે સ્ત્રી વોર્ડ મહિનાઓથી બંધ છે અને શૌચાલય સંપૂર્ણ કાર્યરત છે.

આયુષ્માન ભારત કાર્ડ વગરના દર્દીઓની સારવાર અંગે પણ પ્રશ્નો ઉભા થયા. હોસ્પિટલના ખર્ચ માટે આયુષ્માન કાર્ડની રકમનો ઉપયોગ કરવાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો. સ્થાનિકોએ સરકારી ગ્રાન્ટના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા.

હોસ્પિટલમાં ચાર ડોક્ટરની જગ્યા છે, પરંતુ માત્ર એક જ રેગ્યુલર ડોક્ટર ફરજ બજાવે છે. દૈનિક 150થી 200 દર્દીઓની ઓપીડી માટે એક ડોક્ટર અપૂરતા હોવાનું ધ્યાને આવ્યું. તપાસ દરમિયાન ઈન્ટરનેશનલ પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડ અને સ્થાનિક જાગૃત યુવા નાગરિક નીતિનભાઈ રાઉત હાજર રહ્યા. પ્રાંત અધિકારીએ હોસ્પિટલની કામગીરી સુધારવા માટે કડક સૂચનાઓ આપી.

Back to top button
error: Content is protected !!