GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના સુલતાન પૂરા ગામના એક ખેતરમાં વિશાળકાય અજગર દેખા દેતા સલામત રીતે રેસ્કયુ કરાયું
તારીખ ૦૩/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સુલતાન પુરા ગામ નજીકના એક ખેતરમાં વિશાળ અજગર દેખતાં નજીકના વિસ્તારોમાં ભય ફેલાયો હતો સુલતાનપુરા ગામ નજીકના વિસ્તારમાં જે ખેતરો માં કામ કરતા સ્થાનિક યુવાન ચાવડા કેતનસિંહ કિશોરસિંહ એ પોતાના ખેતરમાં અજગર જોતાં ગામ માં જાણ કરતા વાત વાયુવેગે પ્રસરી હતી જ્યાં બપોરે કેટલાક લોકો ખેતરમાં અજગર જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે આ મહાકાય અજગર વીશે જીવ દયા પ્રેમીને જાણ કરતા જ તેમની ઘોઘંબાની ટીમ દ્રારા કાલોલના સુલતાન પૂરા ગામેથી અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.