BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુરમાં સૂફી સંત પીર ખોજનદીસા બાવા ના સંદલ ની ઉજવણી કરાઈ, દરેક ધર્મના ભાવિકોની બહોળી હાજરી.

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવા ની દરગાહ આવેલ છે. જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવાર તા. 21 ઓગસ્ટ 2025 નારોજ રાત્રે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશા સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્તાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી. આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશઇમામ, નાયબ પેશઇમામ, પાટણવાળા બાવા, શીનોરના ગાડીનાશીન સમસાદબાવા સહિત દરેક ધર્મના ભાવિકો ઉમટી પડયા હતા. સંદલ શરીફ ની પૂર્ણાહૂતિ પછી મહેફીલે શમાં નો કાર્યક્રમ દરગાહના પ્રતાનગણ મા રખાયો હતો.

Back to top button
error: Content is protected !!