જામનગર pgvclના ઉત્સવ દરમ્યાન તકેદારી માટે સૂચનો

જામનગર pgvcl દ્વારા ગણેશ ઉત્સવ દરમ્યાન તકેદારી રાખવા જાહેર સુચનો કર્યા છે
આ સુચનો ઉત્સવમાં તો ફોલો કરવા જ જોઇએ સાથે સાથે કાયમ માટે બધા જ વિસ્તારો જિલ્લાઓ શહેરો નગરો ગ્રામ્ય વિસ્તારો સોસાયટીઓ મંદિરો શોભાયાત્રાઓ વગેરે દરેક વખતે અમલમાં મુકવા જેવા છે
ગણેશ ચર્તુથી અન્વયે સલામતીનાં પગલાં રૂપે તકેદારી રાખવા વીજ તંત્રની અપીલ:-
ગણેશ ચર્તુથી અને ગણેશ વિર્સજનનાં તહેવાર દરમિયાન સાવચેતી રાખવા જામનગર PGVCL, વીજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે…
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની જામનગર કચેરી દ્વારા જાહેર જનતા તથા તમામ યુવક મંડળો, સામાજીક, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વિવિધ મહિલા અને બાળ ગૃપો તેમજ ગણેશ ઉત્સવની તૈયારી કરતાં તમામ લાગતા-વળગતા
લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે…
તેમની યાદીમાંજણાવ્યાં પ્રમાણે, જામનગર વર્તુળ કચેરી હેઠળ શહેર વિસ્તારોમાં હળવા તથા ભારે દબાણની વીજ લાઇન પસાર થતી હોય નીચે જણાવ્યા મુજબ ની કાળજી રાખવી.
* ગણેશ મૂર્તિનાં આવકાર વિસર્જન દરમ્યાન વીજ લાઇનની નીચેથી ખુબજ વધુ ઉંચાઇવાળી મૂર્તિ લઇ જવી નહીં.
* તેમજ વીજ લાઇનની નીચેથી પસાર થતી વખતે કોઇપણ વસ્તુ વડે વીજ લાઇનને ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહીં.
* ગણેશ મૂર્તિનાં આગમન પહેલા, આયોજકો-મંડળોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો સંબંધીત પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી રસ્તામાં આવતી વીજ લાઇનની ઉંચાઇની ખરાઇ કરીને તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિ લઇ જવી .
* પ્રાણઘાતક – હળવા કે ભારે દબાણની વીજ લાઇનનાં ઇન્ડક્ષન ઝોનમાં આવવાથી કે વીજ લાઇનને અડકવાથી બીનપ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના છે. જેથી ગણેશજીની મૂર્તિ વીજ લાઇનથી સલામત અંતરે રાખી જે તે લાઇન નીચેથી પસાર કરવી અનિર્વાય છે.
* ગણેશ મૂર્તિનાં પંડાલ-મંડપ ઇલેકટ્રીકલ નેટવર્ક (૧૧ કેવી વીજ લાઇન), વીજ ટ્રાન્સફર્મર વગેરેથી સલામત અંતરે રાખવા જરૂરી છે. અન્યથા વીજ અકસ્માતની સંભાવના રહેલી છે. ભારે મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, હાઇડ્રોલીક ડમ્પર તથા ઉંચાઇવાળા ભારે વાહનોને વીજ લાઇનની નીચે નજીક ઉભા રાખવા નહીં.
જીંદગી અમુલ્ય છે. તેને જોખમમાં ન મુકીઓએ અને આવો આપણે સૌ જામનગર વાસીઓ આ તહેવારને સલામતી પૂર્વક આનંદ ઉલ્લાસથી ઉજવીએ.
_________________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




