GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ઉનાળુ વેકેશન દરમિયાન “સમર એક્ટિવિટીઝ” યોજાશે

તા.૪/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૨૯ એપ્રિલ થી ૦૬ જૂન સુધી આયોજીત કેમ્પમાં ફન વિથ ફિઝિક્સ એન્ડ સિરામિક, વન્ડર ઓફ કેમેસ્ટ્રી, ચતુર ઈન્ટ્રોડક્ટરી (ચેસ), સાયન્સ ડ્રામા, સાયન્સ મૂવી મેકિંગ વર્કશોપ સહિતની એક્ટીવિટીઝ કરાવાશે

AI અને રોબોટિક્સ્, બાયોડાઈવર્સિટી અને નેચર, નંબર અને જીઓમેટ્રી, જેનેટિક અને બાયોલોજી, કોડિંગ અને ઈલેક્ટ્રોનિક્સ, ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવાશે

Rajkot: ઉનાળુ વેકેશનમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે વિવિધ સાયન્ટિફિક એક્ટિવિટી વર્કશોપ તેમજ કેમ્પની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થી સહિત તમામ લોકો પણ ભાગ લઈ શકે છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે યોજાનાર સમર સાયન્સ કેમ્પ અને એક્ટિવિટીઓમાં જે-તે દિવસની તારીખ અને સમય સવારના ૧૦:૦૦ થી ૦૧:૦૦ કલાકે અને બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે. જે મુજબ ફન વિથ ફિઝિક્સ, ફન વિથ સિરામિક (22 થી 25 એપ્રિલ ૨૦૨૫ સુધી), ફન વિથ સિરામિક, વન્ડર ઓફ કેમેસ્ટ્રી (29 એપ્રિલ ૨૦૨૫ થી ૦2 મે ૨૦૨૫ સુધી), લેટ્સ નૉ અવર લિવિંગ વર્લ્ડ આરાઉન્ડ અસ, લાઈફ સ્કિલ (ભરત ગૂંથણ) (06 થી 09 મે ૨૦૨૫ સુધી), ચતુર ઈન્ટ્રોડક્ટરી (ચેસ) વેદિક બોર્ડ સંસ્થાના સહયોગથી, ક્રિએટિવિટી વિથ વેસ્ટ (13 થી 16 મે ૨૦૨૫ સુધી), 3D પ્રિન્ટર, મેક યોર સ્ટોરી બૂક (20 થી 23 મે ૨૦૨૫), ધ્યાનમ પ્રોડક્શન્સના સહયોગથી પ્રખ્યાત ડાયરેક્ટર, સ્ટેજ લાઇટ સ્પેશિયાલિસ્ટ, ફિલ્મ એક્ટર, ડ્રામા આર્ટિસ્ટ શ્રી ચેતન ટાંકના માર્ગદર્શન હેઠળ આયોજિત સાયન્સ ડ્રામા, સાયન્સ મૂવી મેકિંગ વર્કશોપ (27 થી 30 મે ૨૦૨૫ સુધી), ફન વિથ મેથ્સ, લેટસ લર્ન કાર્ટૂનિંગ (૦3 થી ૦6 જૂન ૨૦૨૫ સુધી) જેવી રસપ્રદ સમર એક્ટિવિટીઓ આયોજિત કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ ઊંમરના લોકો જોડાઈ શકે છે, રજીસ્ટ્રેશન કરાવવા માટેની લિંક http://bit.ly/4hp9UWwSW2025 છે.

ધોરણ 06 થી 10 ના ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) પ્રેરિત ‘સમર સાયન્સ કેમ્પ ૨૦૨૫’ (બિન-રહેણાંક) નું આયોજન કરવામાં આવેલ છે, આ કેમ્પમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ છ થીમો પર આધારિત ૦૫ દિવસના કુલ ૦૬ સમર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પો તારીખ ૨૯ એપ્રિલ થી લઈને ૦૭ જૂન સુધીના સમયગાળામાં રાખવામાં આવેલ છે. જેનો સમય સવારના ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. AI અને રોબોટિક્સ્ (૨૯ એપ્રિલ ૨૦૨૫ થી ૦૩ મે ૨૦૨૫), બાયોડાઈવર્સિટી અને નેચર (૦૬ મે ૨૦૨૫ થી ૧૦ મે ૨૦૨૫), નંબર અને જીઓમેટ્રી (૧૩ મે થી ૧૭ મે ૨૦૨૫), જેનેટિક અને બાયોલોજી (૨૦ મે થી ૨૪ મે ૨૦૨૫), કોડિંગ અને ઈલેક્ટ્રોનિક્સ (૨૭ મે થી ૩૧ મે ૨૦૨૫), (6) ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી (૦૩ જૂન થી ૦૭ જૂન ૨૦૨૫) જેવા વિવિધ વર્કશોપ સાથે સાયન્ટિફિક પ્રવૃતિઓ, ફન ઍન્ડ લર્ન ગેમ્સ, એક્સપર્ટ સેશન, સ્કાય ગેઝિંગ, ફિલ્મ સ્ક્રીનિંગ, જેવી વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવશે. સમર સાયન્સ કેમ્પમાં ૨૦૨૫માં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન લિંક http://bit.ly/4labsHaSSC25 છે.

આ બંને પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન અલગ-અલગ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે, ઓનલાઈન નોંધણી કરાવતા સમયે માંગેલ વિગતો અચૂક ભરવાની રહેશે, જો વિગત અધૂરી રહેશે તો નોંધણી માન્ય ગણાશે નહીં. સમર સાયન્સ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ જે તે પસંદગી આધારિત વિષય નક્કી કરવાનો રહેશે. એકથી વધુ કેમ્પમાં ભાગ લઈ શકાય છે, પ્રતિ વિષયો પ્રમાણે કોઈ એકથી વધુ વિષય નક્કી કરી નોંધણી કરવાની રહેશે. આ અંગેની વધારે માહિતી મેળવવા માટે ૨૦૮૧ – ૨૯૯૨૨૦૨૫ પર સંપર્ક કરી શકાશે, તેમ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!