
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલમાં સહભાગી બનવા તથા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના મુજબ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ, આવતી કાલે તા. ૩૧ મે નાં રોજ સિવિલ ડિફેન્સ દ્વારા સાંજના ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યા દરમિયાન ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત આહવા ટાઉન ખાતે બ્લેક આઉટનુ આયોજન કરાયુ છે.
તે અગાઉ ડાંગ જિલ્લામા જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સાંજના ૫:૦૦ વાગ્યાથી આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘ઓપરેશન શીલ્ડ’ અંતર્ગત મોકડ્રીલનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
આ અભ્યાસમા સ્વયંસેવક તરીકે જોડાવા માટે ડાંગ જિલ્લાના વધુમાં વધુ પ્રજાજનોને લિન્ક : https://civildefencewarriors.gov.in/civil_Registration.aspx મા પોતાનુ રજિસ્ટ્રેશન કરીને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્રે અપીલ કરી છે.




