BANASKANTHAGUJARATPALANPUR

ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત સિલ્વર બેલ્સ સ્કૂલ પાલનપુર ખાતે સમર યોગ કેમ્પનું થયેલ આયોજન

20 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત સિલ્વર બેલ્સ સ્કૂલ પાલનપુર ખાતે સમર યોગ કેમ્પનું થયેલ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત સિલ્વર બેલ્સ સ્કૂલ પાલનપુર ખાતે સમર યોગ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતગૅત ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત સમર યોગ કેમ્પનું તારીખ :-16/05/2025 થી 30/05/2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં 7 વર્ષથી 15 વર્ષ દરમિયાન બાળકોને સમાવેશ કરવામાં આવ્યો છે. આજના આધુનિક યુગમાં બાળકો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. અને ગ્રાઉન્ડ પર રમત રમવાનું પણ ભૂલી ગયા છે. તેવા સંજોગોમાં સમર યોગ કેમ્પ થકી બાળકોને સંસ્કાર સિંચન કરવામા આવે તે માટે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે સિલ્વર બેલ્સ સ્કૂલમા સમર યોગ કેમ્પનું આયોજન થયેલ છે.જેમા આસન પ્રાણાયામ સૂર્ય નમસ્કાર ભગવદ્ ગીતાના શ્લોકોનુ અને મંત્રોનું પઠન કરાવવામાં આવે છે.બાળકોને ગ્રાઉન્ડ પરની રમતો દ્રારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે. સમર યોગ કેમ્પની અભ્યાસક્રમની પુસ્તક અને યોગ ચિત્રપોથીનુ વિતરણ પણ કરવામાં આવ્યું છે.બાળકોને પોષ્ટીક નાસ્તો પણ રોજ આપવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે સમર યોગ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના ઈસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન માગૅદશૅન હેઠળ અને સમર યોગ કેમ્પના સંચાલનશ્રી નીતાબેન ઠાકોર, યોગ કોચ અને પૂર્વ કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષી, દિપ્તીબેન,વિષ્ણુભાઈ, યોગ ટ્રેનરશ્રીઓ પ્રિયંકાબેન, અચૅનાબેન, પારગીભાઈ, રવિભાઈ દ્રારા યોગાભ્યાસ કરાવવામાં આવે છે.અને સમગ્ર સમર યોગ કેમ્પ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોડૅ સાથે જોડાયેલા કોચશ્રી ઈશ્વરભાઈ સુધાબેન, તારાબા બારડ, અને યોગ ટ્રેનરોશ્રીઓ બિનાકા બેન , રાજેશભાઈ દરજી,અને ગુજરાત રાજ્ય યોગ બોડૅ સાથે જોડાયેલા છે તેવા યોગ કોચશ્રીઓ ટ્રેનરશ્રીઓ સમગ્ર યોગ ટીમના જ્ઞાનનો લાભ બાળકોને વધુને વધુ પ્રાપ્ત થનાર છે.

Back to top button
error: Content is protected !!