BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ઓનલાઇન ઠગાઇ:દુબઇ એરપોર્ટ પર મળેલા ગઠિયાએ કરન્સી ટ્રેડિંગના નામે માયાજાળમાં ફસાવ્યાં હતા

સમીર પટેલ, ભરૂચ
શ્રમિકના મહેનતના રૂપિયા 22 હજારે આખો ભેદ ઉકેલ્યો રામસેવક અને રામલાલને ભોળવીને શૈલેષ ચૌહાણ આણી ટોળકીએ તેમના એકાઉન્ટમાં કુલ 28.20 લાખની હેરાફેરી કરી હતી.જેના પગલે તેમના એકાઉન્ટ બંધ થઇ ગયાં હતાં. રામસેવકના એકાઉન્ટમાં 22 હજાર હતાં. ઝડપાયેલા આરોપીઓના નામ { શૈલેષ સુરેશ ચૌહાણ – રહે. આર. કે. કાઉન્ટી, તવરા રોડ { રવિરાજ મંગલ ચૌહાણ – રહે. ભાવના ફાર્મ સોસા. અંક્લેશ્વર { રાહુલ હરદેવ ચૌહાણ – રહે. રંગસિટી સોસાયટી, ચાવજ { વિકાસ ગુલાબ યાદવ – રહે. જનતા નગર, અંકલેશ્વર { વિજય બાલગોવિંદ મૌર્યા – રહે. મહીન્દ્રનગર, અંક્લેશ્વર વોન્ટેડ મુખ્ય સુત્રધાર { યતેન્દ્રસિંગ ઉર્ફે સોનું રાજપૂત – રહે. ગાર્ડન સિટી, અંક્લેશ્વર વિકાસ યાદવને સાયબર ફ્રોડ અંગેની માહિતી આપ્યાં બાદ તેને અલગ અલગ એકાઉન્ટ નંબર લાવવા જણાવ્યું હતું. વિજય મૌર્યએ તેને લઇને યતેન્દ્રસિંહ રાજપૂતની ગાર્ડન સિટી ખાતે આવેલી ઓફિસે લઇ ગયો હતો. જ્યાં યતેન્દ્રસિંગ ઉર્ફે સોનુ રાજપૂત તેની ઓફિસમાં ફોન પર લોકોને સ્ટોક માર્કેટ, અલગ અલગ શેરોમાં તેમજ આઇપીઓમાં રોકાણ કરાવવાનીલાલચ આપી ઠગાઇ કરતો હતો. હું મારી ઓફિસમાં કામ કરી રહ્યો હતો તે વેળાં બે શ્રમિકો મારી પાસે આવ્યાં હતાં. તેમના નામ રામસેવક બુધ્ધરામ સહાની તેમજ રામલાલ ત્રિવેણી મહંતો હતું. તેમણે મને જણાવ્યું હતું કે, બેન્કવાળાએ અમારા એકાઉન્ટ બંધ કરી દીધાં છે. જેથી મેં હેડ કોન્સ્ટેબઇ ગોપાલભાઇને બેન્કમાં તપાસ કરવા જણાવતાં તેઓ બેન્ક ઓફ બરોડા અને એસબીઆઇની શાખામાં જઇ તપાસ કરતાં ચોંકાવનારી વિગતો મળી હતી. બન્નેના એકાઉન્ટમાં સાયબર ક્રાઇમના 28.20 લાખ રૂપિયાની લેવડ દેવડ થઇ હોવાને કારણે તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. શ્રમિકોને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પાંચેક મહિના પહેલાં તવરા રોડ પર આવેલાં આર. કે. સેલેસ્ટીયલની સાઇટ પર મજૂરીકામ કરતાં હતાં. જ્યાં તેમના શેઠ ( કોન્ટ્રાક્ટર) સુરેશ ચૌહાણના પુત્ર શૈલેષ સુપરવાઇઝર તરીકે કામ કરતાં હતાં. શૈલેષે તેમને બન્નેને જણાવ્યું હતું કે, તેના કોન્ટ્રાક્ટના રૂપિયા સીધા ખાતામાં આવે છે. પરંતુ કોઇ કારણસર તેનું ખાતું બંધ થઇ ગયું હોઇ કોન્ટ્રાક્ટના રૂપિયા તેમના બન્નેના ખાતામાં નખાવવા તેમના બેન્કની વિગતો લીધી હતી અને બંનેના ખાતામાં 28 લાખ જમા કરાવ્યાં હોવાનું જણાવ્યું હતું.

મુંબઇના પ્રભાદેવીમાં રહેતાં અને આયાત– નિકાસના વ્યવસાયી સાથે કરન્સી ટ્રેડિંગના બહાને 5 કરોડની ઠગાઇનો રેલો ભરૂચ સુધી આવ્યો છે. વ્યવસાયી સાથે થયેલી ઠગાઇના 5 કરોડમાંથી 28 લાખ રૂપિયા ભરૂચના કોન્ટ્રાકટરના પુત્રએ તેના બે શ્રમિકોના ખાતામાં જમા કરાવ્યાં હતાં. મુંબઇમાં ફરિયાદ નોંધાઇ હોવાથી બંને શ્રમિકોના ખાતા સીઝ કરી દેવાયાં હતાં. આ બંને શ્રમિકો જયારે તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયાં ત્યારે તેમના ખાતા સીઝ કરી દેવાયા હોવાનું કહેવામાં આવતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે સાયબર ક્રાઇમ વિભાગને તપાસ ખુલતાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે કોન્ટ્રાકટરના પુત્ર સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. મુંબઇના પ્રભાદેવી ખાતે આહુજા ટાવરમાં રહેતાં અને એક્સપોર્ટ – ઇમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં વિજય શાંતીલાલ શ્રીમાલ કે. એન. રિસોર્સિસ નામની કંપનીના માધ્યમથી તે વ્વયસાય કરે છે. ગત 30મી એપ્રિલે તેઓ કામ અર્થે દુબઇ ગયાંહ તાં. જ્યાં તેઓ તેઓ દુબઇ એરપોર્ટ પર તેમનો સામાન લેવા ઉભા હતાં. ત્યારે એક શખ્સે પોતાની શ્રી કપુર તરીકે ઓળખ આપી તે જે. પી. મોર્ગન ચેસ કંપનીમાં મોટા હોદ્દા પર કામ કરતો હોવાનું જણાવ્યું હતું. અરસામાં તેણે તેમને કરંન્સીમાં ટ્રેડીંગ કરવા વિશે પુછતાં તેમણે ના પાડી હતી. જેથી તેણે જણાવ્યું હતું કે, તેની ભત્રીજી પ્રિયાંશી કપુર ભારતમાં રહે છે અને કરન્સી ટ્રેડીંગનું સારૂ જ્ઞાન છે. તે તમારા સંપર્કમાં રહેશે તેમ કહીં મોબાઇલ નંબરની આપલે કરી તેઓ છુટા થયાં હતાં. બાદમાં તેઓ 2 મેના રોજ ભારત પરત આવ્યાં બાદ તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન કરનારી મહિલાએ તેમને ઓનલાઇન કરન્સી-કોઇનમાં ટ્રેડીંગ કરવા અંગેની વાતચીત કરી હતી. તેમણે એક એપમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં વોલેટ આઇડી પણ નખાવ્યું હતુ. અરસામાં પહેલાં 94 હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. જેના પગલે તેમના વોલેટમાં મોટો નફો બતાવ્યો હતો.તબક્કાવાર 5 કરોડ રૂપિયા જમા કરાવ્યાં હતાં. જે બાદ તે રૂપિયા નહીં ઉપડતાં તેમને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ નાણાની હેરાફેરી માટે ભરૂચમાં રહેતાં બે શ્રમિકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભરૂચ પોલીસે તપાસ બાદ કોન્ટ્રાકટરના પુત્ર સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરી છે.

Back to top button
error: Content is protected !!