હાંસોટ: પ્રાથમિક કુમાર શાળા ઈલાવમાં વિકસિત ગુજરાત 2047 થીમ અંતર્ગત સુણેવખુર્દ સી.આર.સી કક્ષાના કલા ઉત્સવની ઉજવણી કરાઈ


સમીર પટેલ, ભરૂચ
વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલે અને ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય વિકશે અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કલા ઉત્સવમાં સંગીત વાદન, સંગીત ગાયન, બાળ કવિ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સરપંચ નિશાબેન રાઠોડ, તાલુકા સભ્ય જયેશભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય વિધિ કરી હતી.સી.આર.સી કો-ઓર્ડીનેટર નિરંજનાબેન પટેલે કાર્યક્રમની રૂપરેખાની માહિતી પૂરી પાડી હતી.સરપંચ નીશાબેન રાઠોડ અને તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ પટેલ દ્વારા રીબીન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી કલા ઉત્સવમાં ભાગ લઈ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી હતી. શાળાના આચાર્ય દીપકભાઈ સોલંકી અને સુણેવખુર્દના ગૃપાચાર્ય મીનલબેને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવવામાં આવ્યું હતું. ઈલાવ શાળાના શિક્ષિકા પ્રિયંકાબહેને આભાર વિધિ કરી હતી. અંતે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.




