BANASKANTHAGUJARATPALANPUR

પાંચ તાલુકામાં દૃઢ સંકલ્પ સાથે બનાસકાંઠા વહીવટી તંત્રે રચી સફળતાની નવી દાસ્તાન

22 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

૮,૦૦૦ આદિવાસી નાગરિકોને સરકારશ્રીની યોજનાઓથી લાભાન્વિત કરતું બનાસકાંઠા વહીવટી તંત્ર ધરતી આબા અભિયાનથી આદિવાસી સમુદાયમાં ખુશહાલી: ૧૫ દિવસમાં ૨૦ કેમ્પનું કરાયું સફળ આયોજન ઘર આંગણે એક જ સ્થળ પરથી લાભ મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા નાગરિકો આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આદિવાસી પંથકમાં ૧૫ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ કુલ ૨૦ જેટલા કેમ્પ યોજાયા હતા. આ અભિયાન થકી અનેક આદિવાસી સમાજના બાંધવોને ઘર આંગણે જ સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ પહોચ્યો છે. આ અભિયાન થકી રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૩૦ જૂન ૨૦૨૫ થી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન આદિવાસી વસ્તી ધરાવતા ૦૫ તાલુકામાં ૨૦ કેટલા કેમ્પ યોજાયા હતા. જેમાં કુલ ૧૮,૦૦૦ જેટલા આદિવાસી સમાજના નાગરિકોએ ભાગ લીધો હતો. કેમ્પના સ્થળે જ ૮,૦૦૦ જેટલા નાગરિકોએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મેળવીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રત્યેક કેમ્પમાં ૪૦૦ જેટલા લાભાર્થીઓને લાભ પહોચ્યો હતો. આ કેમ્પમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા તેમના વિભાગ હસ્તક ચાલતી યોજનાઓ વિશે નાગરિકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આરોગ્ય, પુરવઠા, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, મહેસૂલ, પંચાયત સહિતના વિભાગો દ્વારા આદિવાસી સમુદાયના લોકો માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જનધન ખાતા, દિવ્યાંગ પેન્‍શન, મનરેગા, મુદ્રા લોન, પીએમ વિશ્વકર્મા યોજના, આંગણવાડીના લાભો અર્પણ કરાયા હતા.
ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ શ્રેષ્ઠ કામગીરી કરીને હજારો આદિવાસી નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની યોજનાઓના લાભ પહોંચાડ્યા હતા.
આઈ.એચ.ચૌધરી

Back to top button
error: Content is protected !!