
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 34 જગ્યાઓ ભરવા માટે અપાઈ હતી મંજૂરી જેમાં 20 ક્લાસ વર્ગ ની જગ્યાઓ, 7 લેબ એટેન્ડનની, 5 ફાર્માસિસ્ટની જગ્યાઓ અને 2 ડાયાલિસિસ એમ મળી કુલ 34 જગ્યાઓ ની અલગ અલગ પોસ્ટની મંજૂરી મળી હતી.
સુપ્રિટેન્ડેન્ટે દ્રારા એવું કહેવામાં આવ્યું કે વર્ગ 3 અને વર્ગ 4 ની ભરતી કરવામાં આવે છે તે કર્મચારી દ્વારા કરવામાં આવતી નથી તે એજન્સી દ્રારા કરવામાં આવે છે તે રીતે દોસ નો ટોપલો એજન્સી ઉપર ઢોળવા માં આવ્યો.
જોકે આ અંગે સુપ્રિટેન્ડેન્ટે કૌભાંડ છુપાવવા માટે રદીયો આપ્યો હતો. પણ હકીકત તપાસતા ચોકાવનારી વિગતો બહાર આવે તેમ છે. ભરતી કરાયેલા 12 વ્યક્તિઓમાં થી મોટાભાગના એના નજીકના અને સંબંધીઓ હોવાનું પણ બહાર આવ્યું છે. જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો જ હકીકત બહાર આવી શકે.
સુપ્રિટેન્ડેટે પોતાના જ માણસો બોલાવી નોકરી અપાવી છે તે પુરી વિગત નામ જોગ તે પણ જાહેર કરવામાં આવશે વાત્સલ્ય દૈનિક સમાચાર ના માધ્યમથી…
શા માટે સુપ્રિટેન્ડેટે એજન્સી ને દબાણ કર્યું ?
સુપ્રિટેન્ડેટે તેમના ખિસ્સા ભરવા આ બારોબાર સેટીંગ કર્યું કે પછે તેમના ઉપર કોઈ રાજકીય દબાણ હશે ?
શુ આ જગ્યાઓ ડિગ્રી ના આધારે ભરી હશે કે પછે …?
સુપ્રિટેન્ડેટે DB એન્ટરપ્રાઇઝ એજન્સી ઉપર દબાણ કરી તેમના બાપની જાગીરી હોય તેમ મનમાની કરી સુપ્રિટેન્ડેટેના વચોટીયાઓની બારોબાર જગ્યાઓ પુરવામાં આવી, કોઈ જાહેરાત પણ ન કરવામાં આવી કે પછે કોઈ ઈન્ટરવ્યું પણ લેવામાં ન આવ્યું અને બારોબાર સેટીંગ પાડી 12 પોસ્ટની જગ્યાઓ ભરાઈ ગઈ તે અંગે હાલમાં સિવિલ હોસ્પિટલ વિવાદમાં,
તે રીતે થોડા સમયથી હાઉસકીપિંગના સુપરવાઈઝર ની કામગીરી શંકાના દાયરામાં હતી તેવું પણ જાણવા મળેલ છે,નોકરી મેળવવા માટે 16 વ્યક્તિઓ પાસેથી ઠગાઈ થઈ છે. થોડા દિવસ પહેલા ભોગ બનેલા નોકરીની લાલચમાં રૂપિયા આપી ઠગાઈ થતા રજુયાત કરવા માટે આવેલ હતા તેવું સૂત્રો દ્રારા જાણવા મળેલ છે સૂત્રો દ્વારા તેવું પણ જાણવા મળે છે કે સિવિલમાં નોકરી મેળવવા માટે અરજી પણ કરી હતી અને થોડા દિવસ પછે બાયોડેટા પણ મોકલેલ હતા તો એમને બોલાવવામાં ન આવ્યા અને તેમના સગા વ્હાલાઓને બોલાવી સેટીંગ કર્યું અને નોકરીમાં સેટ કરી જગ્યાઓ ભરી.
ભરતી કરાયેલા લોકોની તટસ્થ તપાસ થાય તો સાચી હકીકત બહાર આવી શકે
જો એજન્સી જવાબદાર હોય તો આ ભરતી રદ થવી જોઈએ.
વડનગર સિવિલમાં ભરતી મુદ્દે , હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ ડોક્ટર હર્ષિદ પટેલે પોતાના મળતીયાઓ સગાવાલાઓને ભરતી કરાવી છે. અને દોષનો ટોપલો એજન્સી પર ઢોળાઈ રહ્યો છે. આ મુદ્દે તટસ્થ તપાસ અને યોગ્ય કાર્યવાહી ની વડનગર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામા આવે છે. નહીં તો આવનાર સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવશે તેવું જણાવી રહ્યા છે, ડો.જયસિંહ , પ્રમુખ વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ.





